સર્વિસ શરૂ કરવા માટે રાજ્ય સરકારની લીલી ઝંડીની રાહ જોતી મુંબઈ મેટ્રો

31 August, 2020 11:43 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સર્વિસ શરૂ કરવા માટે રાજ્ય સરકારની લીલી ઝંડીની રાહ જોતી મુંબઈ મેટ્રો

મે મહિનામાં જાહેર કરવામાં આવેલી ઑલ્ટરનેટિવ સીટિંગ સિસ્ટમનાં સ્ટિકર્સ

મુંબઈની મેટ્રો સર્વિસ પુનઃ શરૂ થવા માટે હાલમાં મહારાષ્ટ્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે. વર્સોવા-અંધેરી-ઘાટકોપર લાઇન પર સેવા આપતી આ મેટ્રો રાજ્ય સરકારના નિયમોને આધીન રહીને અપગ્રેડ થઈ રહી છે. શનિવારે અનલૉકના ચોથા તબક્કાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ૭ સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સર્વિસ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે હજી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર નજીકના દિવસોમાં જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારના આદેશ મુજબ મેટ્રો રેલ સર્વિસ ફરીથી શરૂ કરવા માટે આતુર હોવાની વાત મેટ્રો રેલે ટ્વિટરના માધ્યમથી જણાવી હતી.

મેટ્રો રેલના અધિકારીએ જણાવ્યા પ્રમાણે મેટ્રોની ટેક્નિકલ ટીમ ટેસ્ટ-રન અને મેટ્રોની સિસ્ટમ જેમ કે ટ્રૅકર્સ, સિગ્નલ, ટ્રેન, કમ્યુનિકેશન સિસ્ટમ તપાસી રહી છે અને એને મેઇન્ટેન કરી રહી છે. કોરોના સામે સુરક્ષિત રહેવા માટે દરેક પ્રકારની યોજના પણ તેમણે બનાવી રાખી છે. મેટ્રો ટ્રેનમાં ઑલ્ટરનેટિવ સીટિંગ સિસ્ટમ પણ તેમણે બનાવી રાખી છે. જોકે આ વિશે વધારે માહિતી આવનારા દિવસોમાં આપવામાં આવશે. સામા પક્ષે પ્રવાસીઓને ચિંતા છે કે મુંબઈ મેટ્રો કઈ રીતે પ્રવાસીઓની સાચવણી કરી શકશે. વળી આ મેટ્રો ટ્રેન અસેન્શિલ સર્વિસના કર્મચારીઓ માટે શરૂ કરાશે કે દરેક પ્રકારના પૅસેન્જર માટે એ પ્રશ્ન પણ હજી અનુત્તર છે. જો આ સર્વિસ દરેક પૅસેન્જર માટે શરૂ કરવામાં આવશે તો મુંબઈ મેટ્રો ઘાટકોપર અને અંધેરી સુધી રેલવેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને કઈ રીતે હૅન્ડલ કરશે? એ પ્રશ્ન પણ હજી ચિંતાનો વિષય બની રહ્યો છે.

mumbai mumbai news mumbai metro maharashtra marine lines rajendra aklekar versova andheri ghatkopar