મુંબઈમાં ૧ મેથી ૪ મે સુધી થશે WAVESનું આયોજન

12 April, 2025 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસ અને અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સમિટ માટે વિવિધ ઑડિટોરિયમનું નિરીક્ષણ કર્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસ અને અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સમિટ માટે વિવિધ ઑડિટોરિયમનું નિરીક્ષણ કર્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘પ્રથમ વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES)નું મુંબઈમાં ૧થી ૪ મે દરમ્યાન આયોજન કરવામાં આવશે. મુંબઈ આ વાર્ષિક સમિટનું પર્મનન્ટ વેન્યુ રહેશે, જેને લીધે ઝડપથી વિકાસ થઈ રહેલી ક્રીએટિવ ઇકૉનૉમીને બૂસ્ટ મળશે. ૧૦૦ દેશના ૫૦૦૦ પ્રતિનિધિ આ સમિ‌ટમાં સામેલ થવાની શક્યતા છે. ગોરેગામમાં આવેલી ફિલ્મસિટીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રીએટિવ ટેક્નૉલૉજી (IICT) પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે કરાર કર્યા છે. મલાડમાં આવેલા ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકા‌‌સ્ટિંગ મિનિસ્ટ્રીના ૨૪૦ એકરના પ્લૉટનો ઉપયોગ ફિલ્મ-પ્રોડક્શન અને પોસ્ટ-પ્રોડક્શન માટે થઈ શકશે.’

ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકા‌‌સ્ટિંગ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે અગાઉ કહ્યું હતું કે ‘WAVES સર્જનાત્મક પ્રતિભાનું સંવર્ધન ૩૧ ક્રીએટ ઇન ઇન્ડિયા ચૅલે​ન્જિસના માધ્યમથી કરશે. ગેમિંગ, મ્યુઝિક, કૉમિક્સ, ઍનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બ્રૉડકાસ્ટિંગ વગેરે ફીલ્ડના ૪૦૦ ક્રીએટર્સ શૉર્ટલિસ્ટ કરી લેવામાં આવ્યા છે. સમિટમાં ૭૨૫ ક્રીએટર્સ તેમની પ્રતિભા રજૂ કરવાની શક્યતા છે.’

mumbai news mumbai devendra fadnavis maharashtra news maharashtra bandra kurla complex