મુંબઈ: આરેમાં બનશે મેટ્રોભવન?

18 July, 2020 12:01 PM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ: આરેમાં બનશે મેટ્રોભવન?

મેટ્રોના કામ માટે આરેમાં ૨૦૦૦ કરતાં વધુ વૃક્ષો કપાયા. ફાઇલ ફોટો : સય્યદ સમીર અબેદી

આરેમાં મેટ્રો ભવનના નિર્માણ સામે વિરોધ-સૂચનો વિશે રાજ્ય સરકાર ૨૦ જુલાઈએ વિડિયો-કૉન્ફરન્સ દ્વારા જાહેર સુનાવણી હાથ ધરશે. મહારાષ્ટ્ર પ્રાદેશિક અને ટાઉન પ્લાનિંગ ઍક્ટ, ૧૯૬૬એ ઉપરોક્ત કાયદાની કલમ ૩૭ (૧AA) હેઠળ નોટિસ પ્રકાશિત કરી હતી અને પહાડી ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ, મેટ્રો ભવન અને મેટ્રો રેલ અલાઇડ વપરાશકર્તાઓ માટે સીટીએસ-નંબર ૫૮૯-એ (ભાગ)ની જમીન સંદર્ભમાં ગ્રેટર મુંબઈ માટે વિકાસ યોજના-૨૦૩૪માં ફેરફાર કરવાની દરખાસ્ત કરી હતી.

ઘણા પ્રકૃતિપ્રેમી મુંબઈગરાઓ તેઓ આરેમાં કોઈ નવા વિકાસ આ વિસ્તારની જૈવ વિવિધતા માટે જોખમ છે એમ જણાવીને એનો વિરોધ કરી રહ્યા હોવાનું જણાવતાં આ સંદર્ભે સૂચનો અને વાંધા રજૂ કર્યાં હતા. તેઓ ઇચ્છે છે કે આઘાડી સરકાર આ પ્રોજેક્ટને અહીંથી ખસેડે.

સૂચનો અને વાંધા-અરજી કરનારા લોકોને હવે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણી વિશે સરકાર તરફથી પત્રવ્યવહાર મળ્યો છે જેમાં ૨૦ જુલાઈ સુધીમાં ઈ-મેઇલ આઇડી- ddtpmetrobhavan@gmail.com ઉપર એની પુષ્ટિ કરવાની વિનંતી કરવામાં આવી છે જેથી એનું પ્લાનિંગ કરી વિડિયો-કૉન્ફરન્સ માટેની લિન્ક, તારીખ અને સમય જણાવી દેવાય. સુનાવણીમાં હાજર રહેવા માટે અસમર્થ લોકોના વાંધા-સૂચનોને ધ્યાનમાં લઈને સરકાર સમક્ષ એ મુજબ અહેવાલ રજૂ કરવામાં આવશે.

mumbai metro aarey colony goregaon coronavirus covid19 lockdown mumbai news