06 December, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્કના લૉકરમાં રાખેલી ગન ગુમ થઈ જવાથી ક્રિષ્ના હેગડેએ પોલીસમાં ફરિયાદ કરી હતી
વિલે પાર્લેમાં રહેતા શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેએ તેમની લાઇસન્સ ધરાવતી ગન અને અન્ય કેટલીક ચીજો સપ્ટેમ્બર મહિનામાં કર્ણાટક બૅન્કના લૉકરમાં રાખી હતી. જોકે તેઓ બાવીસમી ઑક્ટોબરે ફરી બૅન્કમાં ગયા ત્યારે લૉકરમાંથી કીમતી વસ્તુઓ, કેટલાક પૈસા અને ગન ગાયબ જણાતાં તેમણે આ બાબતે બૅન્કમાં જાણ કરી હતી અને ત્યાર બાદ વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ લખાવી હતી. ક્રિષ્ના હેગડેએ કહ્યું હતું કે મેં આ સંદર્ભે બૅન્કના બ્રાન્ચ-મૅનેજર મનીષ કુમાર, ક્લસ્ટર મૅનેજર હરિ સરન અને ડેપ્યુટી જનરલ મૅનેજર રાજગોપાલ ભટ્ઠ સાથે બેઠક કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો.