સેશન્સ કોર્ટના પરિસરમાં હાથકડી પહેરેલો આરોપી પોલીસ પાસેથી લીધેલા ફોન પર વાત કરતો દેખાયો

20 August, 2026 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયોમાં વાતચીત પૂરી થયા બાદ આરોપી પોલીસ-કર્મચારીને જ ફોન પાછો સોંપતો દેખાય છે

મુંબઈની સેશન્સ કોર્ટના પરિસરમાં ફોન પર વાત કરતો આરોપી

મુંબઈ સેશન્સ કોર્ટના પરિસરમાંથી એક ચોંકાવનારો વિડિયો સૉશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં હાથકડી પહેરેલો એક આરોપી પોલીસ-કર્મચારીઓની હાજરીમાં આરામથી મોબાઇલ ફોન પર વાત કરતો જોવા મળી રહ્યો છે. વિડિયોમાં વાતચીત પૂરી થયા બાદ આરોપી પોલીસ-કર્મચારીને જ ફોન પાછો સોંપતો દેખાય છે. કસ્ટડીમાં રહેલા આરોપીઓને મોબાઇલ વાપરવાની મનાઈ હોવા છતાં આ રીતે ફોન મળવાથી કોર્ટ-પરિસરની સુરક્ષાવ્યવસ્થા અને પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના બાદ બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની અને આરોપીએ કોની સાથે વાત કરી અેની તપાસ કરવાની માગણી ઊઠી રહી છે.

viral videos mumbai police mumbai mumbai news