Mumbai: શાળાના પ્રિન્સિપાલે કેબિનમાં બોલાવી કરી અશ્લીલ હરકત, સગીરે જણાવી આપવીતી

23 January, 2023 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રિન્સિપલ તેને પોતાના કેબિનમાં બોલાવતો હતો અને તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો. આ મામલે ફરિયાદ મળતા મુંબઈ પોલીસે IPC અને POCSO કાયદાની જુદી જુદી કલમો હેઠળ પ્રાથમિકી દાખલ કરાવી છે.

પ્રતીકાત્મક તસવીર

Mumbaiના નાગપાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સ્કૂલના પ્રિન્સિપલે એક સગીર વિદ્યાર્થી સાથે કહેવાતી રીતે દુષ્કર્મ કર્યું. પીડિતા પ્રમાણે પ્રિન્સિપાલ તેને કેબિનમાં બોલાવતો હતો અને તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો.

પીડિતા પ્રમાણે, પ્રિન્સિપલ તેને પોતાના કેબિનમાં બોલાવતો હતો અને તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો. આ મામલે ફરિયાદ મળતા મુંબઈ પોલીસે IPC અને POCSO કાયદાની જુદી જુદી કલમો હેઠળ પ્રાથમિકી દાખલ કરાવી છે.

આરોપી પ્રિન્સિપાલ ફરાર
પીડિતાની ફરિયાદને આધારે કેસ દાખલ થયા બાદ પ્રિન્સિપલ આરોપી ફરાર છે. મુંબઈ પોલીસ આરોપીને શોધવામાં લાગેલ છે અને આગળની તપાસ કરી રહી છે.

20 મહિનાની બાળકી સાથે પણ થયો દુષ્કર્મ
આવો જ એક મામલો મુંબઈના વર્લી થાણા ક્ષેત્રમાંથી સામે આવ્યો છે. અહીં એક 35 વર્ષીય વ્યક્તિએ 20 મહિનાની બાળકી સાથે કહેવાતી રીતે દુષ્કર્મ કર્યો. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ પોલીસના સૂત્રો પ્રમાણે, બાળકીની માની ગેરહાજરીમાં આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો.

આ પણ વાંચો : સગીર છોકરીઓને અશ્લીલ મેસેજ અને વિડિયો મોકલનારની ધરપકડ

 મુંબઈ પોલીસે પીડિત બાળકીની માના નિવેદનના આધારે આરોપી વિરુદ્ધ આઈપીસી ધારો 376 અને પૉક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ આગળની તપાસમાં લાગેલી છે. બાળકીની માએ પોલીસને જણાવ્યું કે, બાળકી માત્ર એક વર્ષ 8 મહિનાની છે, મામલે વાત કરતા અધિકારીએ જણાવ્યું તે, 35 વર્ષીય આરોપીની બાળકી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે જેને આજે 23 જાન્યુઆરીના રોજ કૉર્ટમાં રજૂ કરવામાં આવશે.

Mumbai mumbai news