મુંબઈના સફાઈ-કામદારો રોજ સૅનિટરી અને સ્પેશ્યલ કૅરનો ૨.૫ ટન કચરો ઉઠાવે છે

19 September, 2025 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં રોજ સરેરાશ ૭૦૦૦થી ૮૦૦૦ ટન ઘન કચરો જમા થાય છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ, મહિલા હૉસ્ટેલ, બ્યુટી-પાર્લર, શૈક્ષણિક સંસ્થાઓમાં જમા થતા સૅનિટરી નૅપ્કિન, ડાઇપર, ટેમ્પન ઉપરાંત કૉટન, ગૉજ, બૅન્ડેજિસ જેવા મેડિકલ વેસ્ટના અલગથી નિકાલ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એપ્રિલ મહિનામાં એક નવી સર્વિસ લૉન્ચ કરી હતી. આ સર્વિસ અંતર્ગત રોજ ૨.૫ ટન સૅનિટરી અને સ્પેશ્યલ કૅરનો કચરો જમા કરવામાં આવે છે.

આ સ્પેશ્યલ કચરો જે કોઈ પણ જાતનો ચેપ ફેલાવી શકે છે અથવા સ્વાસ્થ્યને નુકસાનકારક હોય છે એને જુદો રાખવા માટે BMCએ જુદી સેવા શરૂ કરી છે. એનો લાભ લેવા માટે BMCમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. BMCના જણાવવા મુજબ મુંબઈમાં ૪૦૦૦થી વધુ સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવીને આ સર્વિસનો લાભ લીધો છે.

મુંબઈમાં રોજ સરેરાશ ૭૦૦૦થી ૮૦૦૦ ટન ઘન કચરો જમા થાય છે. એમાંથી ૭૦થી ૮૦ ટન કચરો સૅનિટરી વસ્તુઓનો હોય છે. એ બીજા કચરા સાથે ભળી જતાં સફાઈ-કામદારોના સ્વાસ્થ્યને નુકસાનકારક બને છે અને પર્યાવરણને પણ દૂષિત કરે છે. તેથી આ કચરો અલગ રખાય એ આવશ્યક છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation environment mumbai suburbs