✕

શ્વાસ લેવો કેમ બન્યો જોખમી?

17 October, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રદૂષિત હવામાં મુંબઈ દેશમાં બીજા નંબરે, ૧૬૦ AQI સાથે વિશ્વનું છઠ્ઠું પ્રદૂષિત હવા ધરાવતું શહેર, ચોમાસાની વહેલી વિદાય બાદ અસામાન્ય ગરમી અને અતિશય ભેજવાળા વાતાવરણ વચ્ચે મુંબઈ દેશનું બીજું અને વિશ્વનું છઠ્ઠું સૌથી પ્રદૂષિત હવા ધરાવતું શહેર બન્યું હોવાન

શ્વાસ લેવો કેમ બન્યો જોખમી?

ચોમાસાની વહેલી વિદાય બાદ અસામાન્ય ગરમી અને અતિશય ભેજવાળા વાતાવરણ વચ્ચે મુંબઈ દેશનું બીજું અને વિશ્વનું છઠ્ઠું સૌથી પ્રદૂષિત હવા ધરાવતું શહેર બન્યું હોવાનું અમેરિકાસ્થિત ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સંસ્થા iQAirના વૈશ્વિક સર્વેક્ષણમાં સામે આવ્યું છે.
ગુરુવારે શહેરમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૧૫૨ નોંધાયો હતો, જેને અનહેલ્ધી શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર હવામાં ગ્રાઉન્ડ-લેવલ ઓઝોન (O3) મુખ્ય પ્રદૂષક તત્ત્વ તરીકે સામે આવ્યું છે. એને કારણે આખા દેશમાં મુંબઈ સૌથી પ્રદૂષિત હવા ધરાવતા શહેર તરીકે નોંધાયું હતું, જ્યારે શુક્રવારે સાંજે મુંબઈ ૧૬૦ AQI સાથે બીજા નંબરનું પ્રદૂષિત હવાવાળું શહેર બન્યું હતું. ૧૬૬ AQI સાથે દેશની સૌથી પ્રદૂષિત હવા કલકત્તામાં રહી હતી, જ્યારે દિલ્હી ગ્લોબલ લિસ્ટમાં ૧૧૬ AQI સાથે ૧૪મા નંબરે રહ્યું હતું.
ઑક્ટોબર મહિનામાં ચોમાસું વહેલું સમેટાઈ જતાં આ મહિને તાપમાન સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું છે.

એલ નીન્યોને કારણે પવન થંભી ગયો
આ વર્ષે મુંબઈ એલ નીન્યો વાતાવરણની પૅટર્નનો સામનો કરી રહ્યું છે. એના પરિણામે પવનની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે, જ્યારે એકંદર હવામાન ગરમ અને ભેજવાળું બન્યું છે. પવનની ઓછી ગતિને કારણે હવાનું સર્ક્યુલેશન અટકી ગયું છે, જેથી પ્રદૂષકો વાતાવરણના નીચેના સ્તરમાં જ જમા થઈ રહ્યા છે અને પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.
વાતાવરણના ઉપરના સ્તરમાં રહેલું ઓઝોન પડ પૃથ્વીનું રક્ષણ કરે છે, પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં નાઇટ્રોજન ઑક્સાઇડ અને વૉલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ્સ વચ્ચે પ્રક્રિયા થવાથી બનતો ગ્રાઉન્ડ-લેવલ ઓઝોન એક ઝેરી પ્રદૂષક છે જે તીવ્ર ગરમી અને તડકામાં ઝડપથી વધે છે.

mumbai news mumbai weather air pollution maharashtra pollution control board mpcb mumbai air quality index