27 May, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મુંબઈમાં વરસાદનું આગમન સમય કરતાં વહેલું થઈ ગયું છે. મુંબઈમાં ભારે વરસાદ પડવાથી શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પાણી ભરાઈ જવાથી લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ સેવાઓ ધીમો મંદ ગતિએ ચાલી રહી છે. લોકલ ટ્રેનની સાથે જ મુંબઈમાં નવી શરૂ થયેલી ભૂગર્ભ મેટ્રો 3, જેને એક્વા લાઇન પણ કહેવાય છે, તે પણ પૂર્ણ પણે ઠપ્પ થઈ ગઈ છે.
આચાર્ય અત્રે સ્ટેશન પર પાણી ભરાઈ ગયા
આ મહિનાની શરૂઆતમાં ઉદ્ઘાટન કરાયેલા BKC-વર્લી સ્ટ્રેચના ભાગ, આચાર્ય અત્રે સ્ટેશન પર વરસાદને લીધે પાણી ભરાઈ જતાં વિક્ષેપ પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે સ્ટેશન અને ટ્રેક ઘૂંટણ સુધી પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે અધિકારીઓએ તેને તાત્પૂરતું બંધ કર્યું છે અને સ્ટાફ, પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે. મેટ્રો સેવાઓ સ્થગિત કરવામાં આવી હોવાના અહેવાલ છે, જેના કારણે ચોમાસાની સ્થિતિ માટે ભૂગર્ભ મેટ્રોની તૈયારી અંગે સલામતીની ચિંતાઓ વધી રહી છે. જોકે, મુંબઈ મેટ્રો પ્રશાસન દ્વારા સત્તાવાર નિવેદન જાહેર થયું છે. તેમણે લખ્યું, જાહેર સૂચના – મુંબઈ મેટ્રો લાઇન 3 સેવા અપડેટ: એક અણધારી ટૅકનિકલ સમસ્યાને કારણે, મેટ્રો લાઇન-3 પર સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે અને આચાર્ય અત્રે ચોકને બદલે ફક્ત વર્લી સ્ટેશન સુધી જ કાર્યરત રહેશે. કોન્ટ્રાક્ટર દ્વારા ખરાબ કામને લીધે ભૂગર્ભ મેટ્રો વરસાદના પાણીથી ભરાઈ ગયું છે. આઘાતજનક પણ સાચું. અમને થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ.
કૉંગ્રેસ સાંસદે અધિકારીઓની ટીકા કરી
આ ઘટનાને લઈને સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે સોશિયલ મીડિયા પર પાણી ભરાયેલા સ્ટેશનનો એક વીડિયો શૅર કર્યો, જેમાં અધિકારીઓની તૈયારીના અભાવ બદલ ટીકા કરી. "બહુપ્રચારિત ભૂગર્ભ મેટ્રો વરસાદના પહેલા જ દિવસે પાણીથી ભરાઈ ગયા છે. છત પરથી પાણી ટપકતું રહે છે, સીડીઓ પરથી નીચે વહી રહ્યું છે. શું સરકારને પણ પરવા છે કે આ કેટલું ખતરનાક છે?" ગાયકવાડે પોતાની પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે જવાબદારીની માગણી કરતા સલામતી તપાસ અને બાંધકામની ગુણવત્તાની ગંભીર સમીક્ષા કરવાની હાકલ કરી.
મુંબઈ માટે વહેલું ચોમાસુ આગમન, ઓરેન્જ એલર્ટ જાહેર
સોમવારે મુંબઈમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાનું સત્તાવાર આગમન થયું હતું, જે સામાન્ય 11 જૂનની તારીખથી લગભગ બે અઠવાડિયા પહેલા હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પુષ્ટિ આપી છે કે 15 વર્ષમાં શહેરમાં આ સૌથી પહેલું ચોમાસુ શરૂ થયું છે. મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દિવસભર ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી હતી.