20 August, 2025 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુર્લાના નેહરુનગર પોલીસ-સ્ટેશનમાં વરસાદનાં પાણી ભરાયાં
મુંબઈ તેમ જ પૂર્વનાં ઉપનગરોમાં રવિવારથી ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે સોમવાર સવારથી નીચાણવાળા ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. સોમવાર સાંજથી કુર્લાના નેહરુનગરમાં આવેલા નેહરુનગર પોલીસ-સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે મોટી સમસ્યાઓ ઊભી થઈ હતી. સોમવાર સાંજથી ભરાયેલાં પાણી ગઈ કાલે મોડી સાંજ સુધીમાં કાઢવામાં BMCને સફળતા મળી નહોતી જેને કારણે પોલીસ કર્મચારીઓને પાણીમાં ઊભા રહીને કામ કરવાની ફરજ પડી હતી.
પૂર્વનાં ઉપનગરોમાં સ્વદેશી મિલ, કુર્લા રેલવે-સ્ટેશન વિસ્તાર અને ચૂનાભઠ્ઠીના એવરાર્ડનગર વિસ્તારમાં ગઈ કાલે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયાં હતાં. દરમ્યાન ચેમ્બુરમાં શેલ કૉલોની, તિલકનગર, ચેમ્બુર કૉલોની, રેલવે કૉલોની વસાહત, નેહરુનગર, કલ્પના સિનેમા વિસ્તાર, બેલબજાર સહિત કુર્લા-પશ્ચિમમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયાં હતાં.