ચોમાસું બેઠું ત્યારથી અત્યાર સુધી મુંબઈમાં પડ્યો રોજનો સરેરાશ ૭૦ એમએમ વરસાદ

11 July, 2023 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુલાઈના પહેલા દસ દિવસમાં જ આ મહિનાનો અડધાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે, આમ છતાં પાણીકાપ દૂર કરવાનો બીએમસીએ હજી નિર્ણય નથી લીધો

ફાઇલ તસવીર

આ વર્ષે મૉન્સૂને મુંબઈગરાને ભારે રાહ જોવડાવ્યા બાદ એન્ટ્રી લીધી હતી, છૂટાંછવાયાં પ્રીમૉન્સૂન ઝાપટાં આવતાં હતાં, પણ એના કારણે બફારો અને ગરમી બન્ને થતાં મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ જતા હતા. જોકે એ પછી ૨૫ જૂનથી વરસાદે જે બૅટિંગ ચાલુ કરી એ જબરદસ્ત કરી અને ખાસ કરીને પરા વિસ્તાર (સાંતાક્રુઝ- વેધશાળા)માં તો ૧૫ જ દિવસમાં ૧૦૪૩ એમએમ કરતાં વધુ વરસાદ પડી ગયો છે. એટલું જ નહીં, જૂન મહિનાનું સાટું પણ વાળી દીધું છે અને જુલાઈનો પણ ૫૦ ટકા વરસાદ પહેલા નવ દિવસમાં જ પડી ગયો છે. હજી તો જુલાઈના ૨૦ દિવસ બાકી છે. આમ મૉન્સૂને દેર સે આયે પર તંદુરસ્ત આએ જેવો માહોલ ઊભો કરી દીધો છે.

મુંબઈમાં જૂન મહિનામાં ઍવરેજ ૫૩૭ એમએમ વરસાદ પડતો હોય છે એની સામે ૨૫ જૂને એન્ટ્રી લીધેલા મૉન્સૂને છ જ દિવસમાં એ કમી પૂરી કરી નાખી હતી. મુંબઈમાં એ સમય દરમ્યાન ૫૪૯.૬ એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે જુલાઈમાં ઍવરેજ વરસાદ ૮૫૫.૭ એમએમ પડતો હોય છે એની સામે પહેલા નવ દિવસમાં જ ૪૯૪ એમએમ વરસાદ પડી ગયો છે. આમ છતાં બીએમસીએ દસ ટકા પાણીકાપ પાછો ખેંચવાનો કોઈ નિર્ણય નથી લીધો.

સાંતાક્રુઝ વેધશાળા મુજબ ચોમાસાના ચાર મહિના દરમ્યાન સબર્બ્સમાં૨૭૮૪ એમએમ વરસાદ પડતો હોય છે. જોકે હાલ ત્યાં ઑલરેડી ૧૦૪૩ એમએમ વરસાદ નોંધાઈ ગયો છે, જ્યારે કોલાબામાં આખી સીઝન દરમ્યાન ૨૩૧૦ એમએમ વરસાદ વરસતો હોય છે જેમાંથી અત્યાર સુધીમાં ૬૫૮ એમએમ પડ્યો છે.

મુંબઈ અને આસપાસ ઝાપટાં આવનારા ત્રણ-ચાર દિવસ સુધી મુંબઈ સહિત પાલઘર અને થાણેમાં છૂટાંછવાયાં હલકાંથી મધ્યમ ઝાપટાં પડી શકે એમ વેધશાળાએ જણાવ્યું છે. જ્યારે ટેમ્પરેચર હાઇએસ્ટ ૩૧ ડિગ્રીથી લઈને મિનિમમ ૨૬ ડિગ્રી જેટલું રહી શકે એવી સંભાવના છે.

જળાશયોની કેવી પરિસ્થિતિ છે?
મુંબઈગરાને પાણી પૂરું પાડતાં સાત જળાશયોના કૅચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદ સારો એવો પડ્યો છે અને એ જળાશયોમાં હવે ૨૩ ટકા જેટલો પાણીનો જથ્થો આવી ગયો છે.

તળાવ

જળાશય ભરાવાની સપાટી (મીટરમાં)

જળાશયની સપાટી

(મીટરમાં)

અત્યારે પુરવઠો (મિલ્યન લિટરમાં)

અત્યાર સુધી પડેલો વરસાદ એમએમ

અપર વૈતરણા

૬૦૩.૫૧

૫૯૫.૪૪

-

૬૭૭

મોડક સાગર

૧૬૩.૯૫

૧૫૪.૭૫

૬૪૬૬૦

૧૧૧૬

તાનસા

૧૨૮.૬૩

૧૨૪.૫૨

૭૩૪૧૫

૮૦૧

મધ્ય વૈતરણા

૨૮૫.૦૦

૨૫૯.૮૯

૬૬૪૬૦

૭૩૧

ભાત્સા

૧૪૨.૦૭

૧૧૪.૮૮

૧૩૮૮૦૩

૮૨૭

વિહાર

૮૦.૧૨

૭૭.૦૨

૧૨૩૬૩

૯૭૭

તુલસી

૧૩૯.૧૭

૧૩૬.૮૦

૫૦૮૬

૧૩૦૪

ટોટલ

 

 

૩૬૦૭૮૭

 

mumbai monsoon mumbai rains mumbai weather Weather Update mumbai water levels mumbai mumbai news indian meteorological department brihanmumbai municipal corporation