Mumbai Rain : મુંબઈમાં સવાર છતાં કાળુંભમ્મર આભ! ઠેકઠેકાણે કમર સુધી પાણી! સતત બીજે દિવસે ધુંઆધાર વરસાદ

20 August, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rain: સવારે નવ વાગ્યા છે છતાં પણ આકાશ કાળુંભમ્મર છે. આજે પ્રશાસને રેડ અલર્ટ જારી કર્યું છે. અનેક ઠેકાણે પાણી ભરવવાની પણ શરુઆત થઇ ગઈ છે. 

તસવીર સૌજન્ય : સતેજ શિંદે

સતત બીજે દિવસે વરસાદે (Mumbai Rain) માયાનગરીના હાલ બેહાલ કર્યા છે. સવારે નવ વાગ્યા છે છતાં પણ આકાશ કાળુંભમ્મર છે. આજે પ્રશાસને રેડ અલર્ટ જારી કર્યું છે. અનેક ઠેકાણે પાણી ભરાવાની પણ શરુઆત થઇ ગઈ છે. 

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ગઈકાલે જ આજના દિવસ માટે અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જારી કર્યું હતું. હવામાન વિભાગના અનુસાર આજે સવારથી જ ધુંઆધાર વરસાદ થઇ રહ્યો છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગઈકાલ જેવી સ્થિતિ હતી એવી જ આજે પણ રહેવાની છે.

બીએમસી દ્વારા ઓફિસોમાં પણ રજા આપવાની ભલામણ કરવામાં આવી છે. 

આજે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ (Mumbai Rain) થવાની સંભાવના છે. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે વધુ વરસાદની આગાહી કરી છે એ પ્રમાણે જ આજે મંગળવારે પણ સતત બીજે દિવસે વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. આજે આગાહી અનુસાર 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આજે સવારે 8:30થી 20 ઓગસ્ટના રોજ સાંજે 8:30 વાગ્યા સુધી 3.5 થી 4.2 મીટરની ભરતીના મોજાં ઉછળે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે કામ ન હોય તો ઘરની બહાર ન જવા પણ વિનંતી છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)એ ઓલરેડી બાળકોની સલામતીને ધ્યનમાં રાખીને શાળા-કૉલેજમાં રજા જાહેર કરી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો. કટોકટીની સ્થિતિમાં 1916 (બીએમસી) અને 100/112/103 (મુંબઈ પોલીસ) પર ફોન કરી શકાય છે.

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે થાણેથી ટ્રાન્સ હાર્બર સેવાઓ 15-20 મિનિટના વિલંબ સાથે દોડી રહી છે. (Mumbai Rain) જ્યારે મુખ્ય અને હાર્બર લાઇન પર ટ્રેનો 20-30 મિનિટ મોડી છે. સવારે 9:16 વાગ્યે ભરતી આવશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.

ગઈકાલે ૧૮મી ઓગસ્ટના રોજ સવારે 8થી 19 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યાની વચ્ચે શહેરમાં સરેરાશ 186.43 મીમી, પૂર્વીય ઉપનગરોમાં 208.78 મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં 238.19 મીમી વરસાદ નોંધાયો હતો.

મુંબઈમાં ભારે વરસાદ (Mumbai Rain)ને કારણે પાણી ભરાઈ જવાને કારણે અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે. ચેમ્બુરની હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

mumbai news mumbai indian meteorological department monsoon news mumbai monsoon andheri Weather Update mumbai weather