દરેક કેમિસ્ટને CCTV કૅમેરા લગાડવાનો નિર્દેશ

03 August, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦ દિવસનાં ફુટેજ સાચવવાં પડશે

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિ નાર્કોટિક્સ સેલ (ANC)એ હાલમાં પકડાયેલા ટ્રામાડોલ ડ્રગ્સના મોટા જથ્થાને ધ્યાનમાં રાખીને મુંબઈના બધા જ કેમિસ્ટ અને મેડિકલ સ્ટોર માટે નિર્દેશ બહાર પાડ્યા છે કે એમણે એમના એન્ટ્રી-એક્ઝિટ અને કાઉન્ટર સ્પષ્ટરૂપે દેખાઈ શકે એ રીતે ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ફરજિયાત બેસાડવા, જેથી પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચવાની દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચાય. ANCના ડેપ્યુટી કમિશનર નવનાથ ઢવળેએ કહ્યું હતું કે ‘આ નિર્દેશ આપવાનો આશય એ છે કે લોકો જવાબદારીમાંથી ચૂકે ન‌હીં. ફરજિયાત CCTV કૅમેરાને કારણે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર થતા સેલ પર રોક લાગશે અને જો એવું થયું હશે તો એ માટેના મજબૂત પુરાવા મળી શકશે.’

રેક દુકાનમાં CCTV કૅમેરા એવી રીતે ગોઠવવાના રહેશે કે દવા ખરીદનારનો ચહેરો એમાં સ્પષ્ટી રીતે ઝીલી શકાય. વળી ઓછામાં ઓછા બે મેગાપિક્સલનો કૅમેરા લગાડવો પડશે જેથી ઇમેજ પ્રૉપર દેખાય. ૩૦ દિવસનાં ફુટેજ સાચવવાં પડશે. 

- ઐશ્વર્યા ઐયર 

anti narcotics cell mumbai mumbai news