ડૂબતા વ્યક્તિને મુંબઈ પોલીસનો સહારો! આ રીતે મરીન ડ્રાઈવ પર ડૂબતાં માણસનો જીવ બચાવ્યો

12 January, 2023 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન પર ફરજ પરની પોલીસને એક વ્યક્તિ દરિયામાં ડૂબી જવાની ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા

તસવીર સૌજન્ય: મુંબઈ પોલીસનું ટ્વિટર એકાઉન્ટ

મુંબઈ (Mumbai)માં મરીન ડ્રાઈવ (Marine Drive) પર પાણીમાં ડૂબતા એક વ્યક્તિને મુંબઈ પોલીસે (Mumbai Police) બહાદુરીથી બચાવી લીધો છે. તેને સફળતાપૂર્વક બચાવીને વ્યક્તિનો જીવ બચી ગયો છે. પોલીસની આ બહાદુરીનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈ પોલીસે ટ્વિટર પર પણ શૅર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લોકોએ લાઈક કર્યો છે.

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન પર ફરજ પરની પોલીસને એક વ્યક્તિ દરિયામાં ડૂબી જવાની ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે યુવકને પાણીમાંથી બહાર કાઢ્યો અને પ્રાથમિક સારવાર આપી, ત્યારબાદ તેને વધુ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. વીડિયોમાં ચાર પોલીસ અધિકારીઓ જોવા મળી રહ્યા છે, જ્યારે બે ડાઈવર્સ ડૂબતા વ્યક્તિને બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. જ્યારે એક પોલીસ અધિકારી તેને બહાર લઈ જતા દેખાય છે.

યુવકના ડૂબી જવા પાછળનું કારણ જાણી શકાયું નથી

જો કે યુવક પાણીમાં કેવી રીતે ડૂબી ગયો તે હજુ જાણી શકાયું નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ફરજ પરના અધિકારીઓ વ્યક્તિનો જીવ બચાવી રહ્યા છે. લોકો આ વીડિયોના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, “મુંબઈ પોલીસ પર ગર્વ છે”, જ્યારે એક યુઝરે લખ્યું કે, “મુંબઈ પોલીસ હંમેશા યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચે છે.” આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લોકોએ લાઈક કર્યો છે.

આ પણ વાંચો: 15 જાન્યુઆરીના રોજ તાતા મેરેથૉન માટે પશ્ચિમ રેલવે દોડાવશે 2 સ્પેશિયલ ટ્રેન

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે (Mumbai Police) આગામી મકર સંક્રાંતિ (Makar Sankranti)ના તહેવાર પહેલા પતંકના નાયલૉનના માંજાના ઉપયોગ, વેચાણ અને સ્ટોરેજ પર આગામી એક મહિના માટે પ્રતિબંધ મૂક્યા છે. એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે મંગળવારે જાહેર એક આદેશમાં પોલીસે 12 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી નાયલૉનના માંજાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

mumbai mumbai news mumbai police marine drive