મુંબઈ પરના હુમલા સાથે કોઈ લેવાદેવા ન હોવાનું રટણ કર્યું તહવ્વુર રાણાએ

28 April, 2025 06:55 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૨૬/૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડની મુંબઈ પોલીસે દિલ્હી જઈને ૮ કલાક પૂછપરછ કરી

તહવ્વુર રાણા

૨૦૦૮ની ૨૬ નવેમ્બરે પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં કરેલા ભારત પરના સૌથી મોટા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની મુંબઈ પોલીસે દિલ્હીની તિહાર જેલમાં શુક્રવારે ૮ કલાક પૂછપરછ કરી હતી. જોકે અમેરિકાથી ભારત લાવવામાં આવેલા તહવ્વુર રાણાએ હુમલા વિશે કોઈ સીધો જવાબ આપવાને બદલે પોતાનો ૨૬/૧૧ના હુમલા સાથે કોઈ સંબંધ જ ન હોવાનું સતત રટણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર (ક્રાઇમ) દત્તા નલાવડેની આગેવાનીની ટીમે તિહાર જેલમાં જઈને પાકિસ્તાની મૂળના કૅનેડિયન રહેવાસી તહવ્વુર રાણાની પૂછપરછ કરી હતી. 
તહવ્વુર રાણા ભલે ૨૬/૧૧ના આતંકવાદી હુમલા સાથે સંબંધ ન હોવાનું કહી રહ્યો હોય, પણ અમેરિકાના આરોપી ડેવિડ કોલમૅને પોલીસને આપેલા નિવેદનમાં રાણા હુમલાનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહ્યું હતું.

આ નિવેદનના આધારે જ અમેરિકાની પોલીસે તહવ્વુર રાણાની ધરપકડ કરી હતી.

mumbai news mumbai tahawwur rana 26 11 attacks mumbai terror attacks terror attack