Bully Bai એપ કેસમાં ચોથા આરોપીની મુંબઈ પોલીસે કરી ધરપકડ

20 January, 2022 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બુલ્લી બાઈ એપ વિવાદમાં મુંબઈ પોલીસે મામલેના ચોથા આરોપીની ઓરિસ્સામાંથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ નીરજ સિંહ તરીકે થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

બુલ્લી બાઈ એપ વિવાદમાં મુંબઈ પોલીસે મામલેના ચોથા આરોપીની ઓરિસ્સામાંથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ નીરજ સિંહ તરીકે થઈ છે.

મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું, "નીરજ બુલ્લી બાઈ એપ દ્વારા ષડયંત્રની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં સામેલ હતો. અમે તેને સંબંધિત કૉર્ટમાં રજૂ કરશું અને તેની કસ્ટડી રિમાન્ડની માગ કરશું."

વિશાલ ઝા, શ્વેતા સિંહ અને મયંક રાવલની પહેલા મુંબઈ પોલીસે અલગ-અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસે બુલ્લી બાઈ એપ મામલે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

મુંબઈ અને દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પોલીસે ચાર જાન્યુઆરીના ઉત્તરાખંડ નિવાસી શ્વેતા સિંહની ધરપકડ કરી હતી. તે બીજો આરોપી હતો અને મયંક રાવલ વિવાદના સિલસિલે ધરપકડ કરવામાં આવી તે ત્રીજો આરોપી હતો.

મુંબઈ પોલીસ સિવાય દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ સમાનાંતર બે ધરપકડ કરી છે.

સ્પેશિયલ સેલે કેસના મુખ્ય આરોપી નીરજ બિશ્નોઈ અને સુલ્લી ડીલના મુખ્ય આરોપી ઓંકારેશ્વર ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે.

1 જાન્યુઆરીના બુલ્લી બાઇ એપે પત્રકારો, સામાજિક કાર્યકર્તાઓ, વિદ્યાર્થી અને પ્રસિદ્ધ હસ્તીઓ સહિત એક ખાસ ધર્મની અનેક મહિલાઓની તસવીરો પોસ્ટ કરી હતી. આ સુલ્લી ડીલના વિવાદના છ મહિના પછી થયું.

ઝા બુલ્લી બાઈના અનુયાયીઓમાંનો એક હતો, જેણે પોલીસને ટીમ સુધી પહોંચાડી.

સુલ્લી ડીલ્સને સ્થાન આપનારા ગથિબે બુલ્લી બાઈ એપને પણ હોસ્ટ કર્યું, જો કે, પછી ગિટહબે યૂઝરને પોતાના હોસ્ટિંગ પ્લેટફૉર્મ પરથી હટાવી દીધા હતા.

પણ ત્યાં સુધી બુલ્લી બાઈએ દેશઆખામાં વિવાદ ઊભો કરી દીધો હતો.

બુલ્લી બાઈ એપનો એટદરેટબુલ્લી બાઈ નામના એક ટ્વિટર હેન્ડલ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, જેમાં એક ખાલિસ્તાી સમર્થકના ડિસ્પ્લેની તસવીર હતી.

આ ટ્વિટર હેન્ડલે દાવો કર્યો કે મહિલાઓને એપ પરથી બૂક કરવામાં આવી શકે છે.

Mumbai mumbai news mumbai police national news delhi police