મેટ્રો-3 ઍરપોર્ટ સ્ટેશનથી T2 જવા ફુટ ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો, પ્રવાસીઓને થશે રાહત

17 August, 2025 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટ્રો-3એ ગઈ કાલથી મેટ્રો સ્ટેશ‌નથી T2 જવા-આવવા અંદરથી જ ૧૦૦ મીટરનો ફુટ ઓવર બ્રિજ બનાવી દીધો છે

ફુટ ઓવર બ્રિજ

મેટ્રો-3થી ઍરપોર્ટના T2 જવા માગતા અને એ જ રીતે ત્યાંથી પાછા આવવા માગતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. મેટ્રો-3એ ગઈ કાલથી મેટ્રો સ્ટેશ‌નથી T2 જવા-આવવા અંદરથી જ ૧૦૦ મીટરનો ફુટ ઓવર બ્રિજ બનાવી દીધો છે. મૂળમાં ત્યાં લિફ્ટની સગવડ રાખી હોવાથી હવે મેટ્રો સ્ટેશનથી A-1 એન્ટ્રી-એક્ઝિટ પાસેથી ટ્રૉલી લઈને સીધું ટર્મિનલ પહોંચી શકાશે.

mumbai metro chhatrapati shivaji international airport mumbai airport mumbai mumbai news