17 July, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રેન તૂટી પડ્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
મુંબઈ (Mumbai News)ના મીરારોડમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ પર ક્રેન પડવાથી મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ હાદસામાં એક રહેવાસીનું ત્યાં જ મોત નીપજ્યું હતું. તે ઉપરાંત અનેક વેહિકલ્સને મુકસન થયું છે.
તમને જણાવી દઈએ કે મીરારોડ (Mumbai News)ના જે. પી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક ઊંચી ક્રેન જે. કે. એરિસ નામની રેસિડેન્શિયલ બિલ્ડિંગના પ્રાંગણમાં ગુરુવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ પડી હતી. ક્રેન પડવાથી ત્યાં ઊભેલા મુઝમ્મિલ ખોકર નામના ૨૨ વર્ષના છોકરાનું મોત થયું હતું.
તે સિવાય ત્યાં ઊભેલી અન્ય એક મહિલાને ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત બિલ્ડિંગ (Mumbai News)માં પાર્ક કરેલા છથી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ આખી જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, તેમ છતાં ફાયર અધિકારી પ્રકાશ બોરાડેએ જણાવ્યું હતું કે ક્રેનને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા એક મહિનામાં મીરા-ભાયંદરમાં બાંધકામ સ્થળો પર આવી ત્રણ દુર્ઘટનાઓ થઈ છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
માહિતી મળતાં જ પોલીસ (Mumbai News), ફાયર વિભાગ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું તેવે સમયે અચાનક ક્રેન તૂટી પડી હતી અને નીચે રહેણાંક કોમ્પ્લેકસમાં પડતાં ત્યાં ઉભેલા રહેવાસીઓને ઇજાઓ થઈ હતી અને એકનું મોત થયું હતું. ક્રેને પરિસરની અંદર પાર્ક કરેલા અનેક વાહનોનો પણ કચ્ચરઘાણ વાળ્યો છે. જેનાથી વ્યાપક નુકસાન થયું છે. આ ઘટનાથી હાઉસિંગ કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો.
ઘટના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી જઇ બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ જાહેર કરવામાં આવી નથી. આ મામલે તપાસ ચાલી રહી છે. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું કોઈ માળખાકીય, યાંત્રિક સમસ્યા કે પછી સેફટી ફેલ્યોરને કારણે આ એક્સિડન્ટ થયો છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
બુધવારે બપોરે (Mumbai News) ટનલની અંદર એક કારમાં આગ ફાટી નીકળ્યા બાદ મોટરચાલકો ગભરાઈ ગયા હતા. આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ) ટનલનો ઉપયોગ કરતા મોટરચાલકો માટે સેફટી એડવાઇઝરી જારી કરી છે, જેમાં મુસાફરોને ટનલમાંથી મુસાફરી કરતી વખતે સાવચેત રહેવા અને કટોકટીની પ્રક્રિયાઓનું કડક પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે. આ સલાહનો ઉદ્દેશ તમામ માર્ગ વપરાશકર્તાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો અને ટનલની અંદરની કોઈપણ કટોકટી દરમિયાન ઝડપી અને સંગઠિત પ્રતિસાદને સક્ષમ બનાવવાનો છે.