Mumbai News: ગિરગાંવ મેટ્રો સ્ટેશન પાસે અચાનક રોડ પર ખાડો પડવાથી ચાલતી બસનું પૈડું ફસાઈ ગયું

16 June, 2025 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai News: બેસ્ટ બસના પૈડા ખાડામાં ભરાઈ ગયા હતા. જેને લીધે બસ પાંચ ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ છે. તમામ મુસાફરો અને ડ્રાઈવર હેમખેમ છે.

બસનું ટાયર ખાડામાં ફસાઈ ગયું હતું

Mumbai News: મુંબઈના ગિરગાંવમાંથી દુર્ઘટનાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ગિરગાંવ મેટ્રો સ્ટેશન પાસે બાબાસાહેબ જયકર માર્ગનોં અમુક ભાગ ધસી ગયો હતો. જેથી બેસ્ટ બસનો એક્સિડન્ટ થયો છે. રસ્તો ધસી પડવાને કારણે બેસ્ટ બસ પાંચ ફૂટ ખાડામાં ખાબકી ગઈ હતી. એક્સિડન્ટ બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે.

તમામ મુસાફરો અને ડ્રાઈવર હેમખેમ

કોલાબા-બાંદ્રા સીપ્ઝમાં ગિરગાંવ મેટ્રો સ્ટેશન પાસે રસ્તો ધસી (Mumbai News) ગયો હતો. જેના કારણે બેસ્ટ બસના પૈડા ખાડામાં ભરાઈ ગયા હતા. જેને લીધે બસ પાંચ ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ છે. આજે વહેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. સૌથી અગત્યની અને ધરપત આપનારી બાબત તો એ છે કે આ દુર્ઘટનામાં બસમાં સવાર તમામ મુસાફરો અને ડ્રાઈવર હેમખેમ છે. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.

આજે સવારે જે જગ્યા પર આ બનાવ બન્યો છે ત્યાં કામ ચાલી રહ્યું છે. આવનાર થોડાક જ મહિનામાં જાહેર ઉપયોગ માટે તે મેટ્રો ખૂલવાની અપેક્ષા પણ સેવાઇ રહી છે. રોડ ક્ષસી પડતાં જ બેસ્ટ બસ ખાડામાં ફસાઈ ગઈ છે તેનો વીડિયો પણ વાયરલ થયો છે.

મેટ્રોના કામ માટે ત્યાં ભારે ક્રેન મૂકવામાં આવ્યું હતું 

Mumbai News: સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યા છે કે આજે જ્યાં રસ્તો ધસીપડ્યો છે તે સ્થાને ગયા વર્ષે મેટ્રોના કામ માટે એક ભારે ક્રેન મૂકવામાં આવ્યું હતું. જ્યારે તે ક્રેન રસ્તા પર પડી ગયું હતું ત્યારે પણ ત્રણ દિવસ સુધી આ રસ્તો બ્લૉક કરી નાખવામાં આવ્યો હતો. અને હવે આજે તે જ જગ્યા પર રોડ ધસી જવાને કારણે બેસ્ટ બસ ખાડામાં પડી ગઈ.

પ્રાપ્ત માહિતી અનુસાર બસ ખાનગી કોન્ટ્રાક્ટર મેસર્સ ટાટાની હોવાથી સંબંધિત કંપનીના અધિકારીઓને રોડ ધસી ગયા બાદ થયેલા ખાડામાંથી બસને બહાર કાઢવાની કરવાની પ્રક્રિયા  તાત્કાલિક ધોરણે હાથ ધરવા અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે. બીએમસી કંટ્રોલ રૂમે આ બનાવ અંગે કહ્યું છે કે હાલમાં અધિકારીઓ ત્યાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા હોવાથી વધુ વિગતો ટૂંક જ સમયમાં આવશે.

અહીં જમીનનું ધોવાણ શા કારણે થયું?

પ્રસ્તાવિત ગિરગાંવ પુનર્વસન બિલ્ડિંગનાં બેઝમેન્ટના ખાડામાં પાણી ગયું હતું. સંભવતઃ નજીકના યુટિલિટી લિકેજને કારણે. આનાથી જમીનમાં પોલાણ થયું હોઇ શકે છે. જેને કારણે અચાનક ખાડો પડ્યો અને બેસ્ટ બસનું એક ટાયર ફસાઈ ગયું. હાલમાં એમએમઆરસીએલ સ્ટોર્મ વોટર ડ્રેઇન (એસડબલ્યુડી) નેટવર્કમાંથી લીકેજને શોધી અને તેના ઉકેલ માટે બીએમસી અધિકારીઓ સાથે સક્રિય થઈ છે. હાલમાં આ અસરગ્રસ્ત માર્ગને વહેલામાં વહેલી તકે ફરી રાબેતા મુજબ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. 

તાજેતરમાં જ બસ કંડકટર પર હુમલો કરાયો હતો

Mumbai News: તાજેતરમાં એક બસમાં હુમલાની ઘટના બની હતી. ગત અઠવાડિયે મુંબઈના ચેમ્બુર  વિસ્તારમાં એક અજાણ્યા મુસાફર દ્વારા બેસ્ટના બસ કંડક્ટર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના પરિવહન મંડળોએ એવો આરોપ લગાવ્યો છે કે બસની અંદરના  સીસીટીવી કેમેરા અને બસ સ્ટોપ્સ પરના લોકો કાર્યરત ન હોવાથી આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ શકી નથી. આ ઘટના 11 જૂનના રોજ બની હતી. બસ કંડક્ટર બાલુ સૂર્યવંશી પર હુમલો થયો હતો. જ્યારે બસ કુર્લા બસ સ્ટેશન પૂર્વથી ગડકરી ક્વારી જઈ રહી હતી, ત્યારે એક મુસાફરે બસ ડ્રાઈવર સાથે દલીલ કરી હતી. ત્યારબાદ આ પેસેન્જર ચેમ્બુર બસ સ્ટેશન પર ઊતરી ગયો હતો. થોડાક સમયમાં જ તે ઓટો-રિક્ષા કરીને બસની પાછળ ગયો હતો. અને  કંડકટર પર હુમલો કર્યો હતો.

mumbai news mumbai girgaon brihanmumbai electricity supply and transport south mumbai road accident