મેઘમહેર : પાણીનો સ્ટૉક વધીને હવે ૨૮ દિવસ ચાલે એટલો

09 July, 2024 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિહાર લેકમાં ૩૬૪ MM અને તુલસી લેકમાં ૨૫૪ MM વરસાદ પડ્યો હતો

ગઈકાલે મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો હતો

સંજય ગાંધી નૅશનલ પાર્કમાં આવેલા વિહાર અને તુલસી તળાવ વિસ્તારમાં રવિવારે રાતે થયેલા જોરદાર વરસાદને કાર‌ણે પાણીની સારી એવી આવક થઈ છે. વિહાર લેકમાં ૩૬૪ MM અને તુલસી લેકમાં ૨૫૪ MM વરસાદ પડ્યો હતો જેને કારણે બે દિવસ પહેલાં મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં જે ૨.૧૦ મિલ્યન લીટરનો સ્ટૉક હતો એ વધીને ૨.૭૨ મિલ્યન લીટર પર પહોંચી ગયો હતો. મુંબઈની રોજની પાણીની રિક્વાયરમેન્ટ ૪૫૦૦ મિલ્યન લીટરની છે જે સામે ૩૮૦૦ મિલ્યનની જ સપ્લાય થાય છે. એથી રવિવારે પડેલા વરસાદને કારણે બે દિવસ પહેલાં જે ૧૨ દિવસનો પાણીનો સ્ટૉક બચ્યો હતો એ હવે વધીને ૨૮ દિવસનો થઈ ગયો છે. 

mumbai water levels mumbai rains mumbai monsoon mumbai weather Weather Update mumbai mumbai news