BMCએ મેટ્રો પ્રોજેક્ટ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાંથી ૩૦૦૦ કરોડ રૂપિયા આપવા પડશે MMRDAને

23 March, 2024 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના નિર્દેશો અનુરૂપ શહેરના મેટ્રો પ્રોજેક્ટ માટે BMC ૧૦૦૦ કરોડ રૂપિયાની રકમ MMRDAને ફાળવી ચૂક્યું છે

BMC મેટ્રો પ્રોજેક્ટ માટે MMRDAને ૧૦૦૦ કરોડ રૂપિયા ફાળવી ચૂકી છે (ફાઇલ તસવીર)

મેટ્રો પ્રોજેક્ટ માટે એ​પ્રિલ અથવા તો મેમાં ભંડોળના અમુક હિસ્સાની વિનંતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા કરવામાં આવશે તો બૃહન્મુંબઈ મ્યુ​નિસિપલ કૉર્પોરેશન (BMC)એ ફિક્સ્ડ ડિપો​ઝિટમાંથી વધારાની ૩૦૦૦ કરોડ રૂપિયાની રકમ ઉપાડવાની આવશ્યકતા રહેશે.

રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના નિર્દેશો અનુરૂપ શહેરના મેટ્રો પ્રોજેક્ટ માટે BMC ૧૦૦૦ કરોડ રૂપિયાની રકમ MMRDAને ફાળવી ચૂક્યું છે.

મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે બે હપ્તામાં રકમ આપવા સહિત કુલ ૪૯૬૦ કરોડ રૂપિયાની રકમ MMRDAને આપવાની સૂચના BMCને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આપી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે ૧૦૦૦ કરોડ રૂપિયાની રકમ આપી દીધી છે. MMRDA દ્વારા બીજા હપ્તાની માગણી કરવામાં આવશે તો અમારે ​ફિક્સ્ડ ડિપો​ઝિટમાંથી રકમ ઉપાડવી પડશે.’

આ ફિક્સ્ડ ડિપોઝિટનો મુખ્ય ઉદ્દેશ કોસ્ટલ રોડ, ગોરેગામ–મુલુંડ લિન્ક રોડ અને રોડ રિપેર સહિતના સુધરાઈના પ્રોજેક્ટને ટેકો પૂરો પાડવાનો છે. 

91,690 કરોડ

૨૦૨૨ની ૩૧ માર્ચે BMCની ફિક્સ્ડ ડિપોઝિટ આટલા રૂપિયા હતી

84,615 કરોડ

૨૦૨૩ના નવેમ્બરમાં BMCની ફિક્સ્ડ ડિપોઝિટ ઘટીને આટલા રૂપિયા થઈ ગઈ હતી

mumbai metro mumbai metropolitan region development authority brihanmumbai municipal corporation mumbai mumbai news