મુંબઈ મેટ્રો 3 પરિસરમાં પણ પાનની પિચકારી અને ગંદકી, તસવીરોથી લોકોમાં આક્રોશ

09 October, 2025 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લોકોએ વ્યવહારુ ઉકેલો સૂચવ્યા જેમ કે તમામ મુસાફરી માટે વન મુંબઈ કાર્ડ ફરજિયાત બનાવવું, ગુનેગારોને પ્રવેશ નકારવામાં આવે. "ક્યારેક સરકારને ઍક્સેસ કંટ્રોલ ટૂલ્સની જરૂર પડે છે. તે સરમુખત્યારશાહી નથી, તે શિસ્ત છે," બીજા એક મુસાફર ટિપ્પણી કરે છે.

મુંબઈ મેટ્રો પરિસરમાં લોકોએ ગંદકી કરવાનું શરૂ કર્યું હોવાનો દાવો

મુંબઈમાં મેટ્રો લાઈનનું જાળું વિસ્તારી રહ્યું છે. ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો એક્વા લાઇન 3 ના નવા ફેઝનું ઉદ્ઘાટન કર્યું હતું, જેથી આ પટ્ટો પૂર્ણ થયો હતો. જોકે નવી ખુલેલી મુંબઈ મેટ્રો લાઇન 3 ની બાજુની રેલિંગ પર પાન ખાઈને લોકોએ થૂંકયું હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે. મેટ્રો પરિસરમાં કરેલી આ ગંદકીને જોઈને નાગરિકો જવાબદારો માટે કડક દંડની માગ કરી રહ્યા છે. શરૂઆતમાં X (અગાઉ ટ્વિટર) પર શૅર કરાયેલ આ તસવીર ઝડપથી વાયરલ થઈ ગઈ કારણ કે યુઝર્સએ મુસાફરોમાં નાગરિક સમજણ (સિવિક સેન્સ)ના અભાવ પર નિરાશા વ્યક્ત કરી હતી.

નવી શરૂ થયેલી મેટ્રો પરિસરની આ પોસ્ટ રીટ્વીટ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું કે "તેમની ઓળખ કરો. જાહેરમાં તેમને આ અંગે પૂછો. છ મહિના માટે તમામ મેટ્રોમાંથી તેમને બૅન કરો. કચરો ફેંકવા અને થૂંકવાની આ સમસ્યાનો સામનો કરવા માટે ગમે તે કરો. આપણા લોકો પોતે સુધરશે નહીં." ઘણા યુઝર્સએ પણ સમાન લાગણી વ્યક્તિ કરી આ અંગે પડઘો પાડી CCTV ફૂટેજ અને કડક દંડ દ્વારા જવાબદારીની હાકલ કરી. "CCTV દ્વારા ગુનેગારને શોધવાનું પૂરતું સરળ હોવું જોઈએ. ભારે દંડ લેવાથી શરૂઆત કરો. ભારતીયોને પૈસા ખર્ચવા કરતાં વધુ કંઈ નુકસાન કરતું નથી," એક યુઝરે લખ્યું. બીજાએ સૂચવ્યું કે "શિસ્ત અને નાગરિક ગૌરવ જગાડવા માટે એક વર્ષની લશ્કરી તાલીમ ફરજિયાત હોવી જોઈએ."

અન્ય લોકોએ વ્યવહારુ ઉકેલો સૂચવ્યા જેમ કે તમામ મુસાફરી માટે વન મુંબઈ કાર્ડ ફરજિયાત બનાવવું, ગુનેગારોને પ્રવેશ નકારવામાં આવે. "ક્યારેક સરકારને ઍક્સેસ કંટ્રોલ ટૂલ્સની જરૂર પડે છે. તે સરમુખત્યારશાહી નથી, તે શિસ્ત છે," બીજા એક મુસાફર ટિપ્પણી કરે છે. કેટલાક લોકોએ નિરાશા પણ વ્યક્ત કરી હતી કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખુલ્યાના થોડા દિવસોમાં જ ડાઘ પડી જાય છે. "દરેક જાહેર ઉપયોગિતા સૌંદર્ય શાસ્ત્ર અને કાળજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. અમને વોર્ડનની જરૂર છે જેથી તેઓ તે રીતે રહે," એક વ્યક્તિએ કહ્યું, અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરી.

અધિકારીઓએ નોંધ્યું કે મહારાષ્ટ્ર સુરક્ષા દળે તે જ સવારે સ્ટેશન સુરક્ષા સંભાળી લીધી હતી અને આવા કૃત્યો ઘણીવાર બેદરકાર મુસાફરો દ્વારા કરવામાં આવે છે. આ ઘટનાએ ભારતના શહેરોમાં નાગરિક વર્તન અંગે ચર્ચા ફરી શરૂ કરી છે. જ્યારે મેટ્રોએ મુંબઈની દૈનિક મુસાફરીને બદલી નાખી છે, ત્યારે ઘણા માને છે કે સાચી પ્રગતિ શિસ્ત અને જાહેર જગ્યાઓ પ્રત્યેના આદર પર એટલી જ આધાર રાખે છે જેટલી તે માળખાગત સુવિધાઓ પર છે.

mumbai transport mumbai news social media whats on mumbai mumbai swachh bharat abhiyan