24 February, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. થાણેથી કલ્યાણ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૦.૪૦ વાગ્યાથી બપોરે ૩.૪૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે, જ્યારે થાણેથી પનેવલ જતી ટ્રાન્સહાર્બર લાઇન સવારે ૧૦.૨૫થી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી બંધ રહેશે.
વેસ્ટર્ન લાઇનમાં સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી સાંતાક્રુઝથી ગોરેગામ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર બ્લૉક રાખ્યો હોવાથી આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેન સ્લો ટ્રૅક પર દોડશે.