મુંબઈમાં ગેરકાયદે ઘૂસેલા ફેરિયાઓની હવે ખેર નથી

14 February, 2026 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બર્થ-સર્ટિફિકેટ અને આધાર કાર્ડની ચકાસણી કડક બનાવવામાં આવી

મુંબઈનાં મેયર રિતુ તાવડે

મુંબઈમાં ફુટપાથ પર વ્યવસાય કરતા દરેક ફેરિયા પાસે જન્મનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે અને એની કડક તપાસ કરવામાં આવશે. ૨૩૭ બોગસ બર્થ-સર્ટિફિકેટના કૌભાંડ બાદ મેયર રિતુ તાવડેએ આ આક્રમક વલણ અપનાવ્યું છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ વિતરિત કરેલાં ૨૩૭ બોગસ જન્મપ્રમાણપત્રોના મુદ્દા પર મુંબઈનાં મેયર રિતુ તાવડેએ ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. BMCએ પ્રમાણપત્રો રદ કર્યાં છે છતાં હજી ગેરકાયદે બંગલાદેશી ઘૂસણખોરો પાસે કેમ છે એવો સવાલ રિતુ તાવડેએ કર્યો હતો તેમ જ ચેતવણી આપી છે કે ‘જો આ કેસમાં દોષી અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો સીધો સભાગૃહમાં પ્રસ્તાવ પહોંચાડવામાં આવશે. ઉપરાંત બંગલાદેશીઓને છાવરનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.’

mumbai mayor ritu tawde mumbai mumbai news Aadhaar