01 May, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કુર્લા વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા કરાયેલા ગોળીબાર અને ચાકુના હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના બુધવારે રાત્રે વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશનની હદમાં પાઇપલાઇન બ્લૉક નંબર ત્રણ ખાતે બની હતી. બાબા પવાર પર રાત્રે લગભગ દસ વાગ્યે ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. એક આરોપીએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જ્યારે અન્ય બે જણે તેને ચાકુ માર્યું હતું. તેને ભાભા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ કેસમાં તપાસ ચલાવી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.