✕

વિસર્જન પછી સ્વચ્છતા અભિયાન: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દીકરી દિવિજાએ કહ્યું...

27 September, 2026 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુહુ ચોપાટી પર​​ વિસર્જન પછીના સ્વચ્છતા અભિયાનમાં ૩૪ ટન કચરો એકઠો કરવામાં આવ્યો, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દીકરી દિવિજાએ કહ્યું...

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દીકરી દિવિજા

જુહુ બીચ પર ગઈ કાલે અનંત ચતુર્દશીના બીજા દિવસે સવારે ‘સી, શોર, શાઇન 2026’ નામનું વિશેષ સ્વચ્છતા-અભિયાન દિવ્યજ ફાઉન્ડેશન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મુંબઈ પોલીસ અને મેઘા શ્રેય નામની સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાજ ફાઉન્ડેશનનાં સ્થાપક અમૃતા ફડણવીસ, અભિનેતા અજય દેવગન, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડે, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઇવેન્ટમાં ભાગ લેનાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દીકરી દિવિજાએ કહ્યું હતું કે મુંબઈગરાઓએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી ભક્તિ ભગવાનને સમર્પિત હોય, એમાં દેખાડો ન હોવો જોઈએ. એ સિવાય તેણે ગણપતિની મોટી-મોટી બૅલૅન્સિંગ મૂર્તિઓ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવી મૂર્તિઓ પડી રહી છે અને એને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.       આ સ્વચ્છતા અભિયાનમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ના પ્રતિનિધિઓ અને વૉલન્ટિયર્સે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન અંદાજે ૩૪ ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

mumbai news mumbai devendra fadnavis juhu beach ganpati festivals brihanmumbai municipal corporation