જેટ બંધ પડતાં પહેલી વાર વિદેશ જવાનું સિનિયર સિટિઝન કપલનું સપનું રોળાયું

19 April, 2019 07:24 AM IST  |  મુંબઈ

જેટ બંધ પડતાં પહેલી વાર વિદેશ જવાનું સિનિયર સિટિઝન કપલનું સપનું રોળાયું

મનોજ શાહ અને ભારતી શાહ

અંધેરીમાં રહેતા એક સિનિયર સિટિઝન કપલની પ્રથમ વખત વિદેશપ્રવાસે જવાની ઇચ્છા પર જેટ ઍરવેઝના ક્રૅશ લૅન્ડિંગને કારણે પાણી ફરી વYયું છે. તેમણે તેમના દીકરા અને વહુ સાથે જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો, પરંતુ જેટ ઍરવેઝની ફ્લાઇટો અચાનક રદ થતાં તેમનું વિદેશ જવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. 

અંધેરી (ઈસ્ટ)માં રહેતા અને ઇલેક્ટ્રૉનિક્સ કમ્પાઉન્ડના બિઝનેસ સાથે સંકળાયેલા ૪૦ વર્ષના મિહિર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એટલાં ઉત્સાહી હતાં કે મારા ૭૦ વર્ષના ડૅડી મનોજ શાહ અને ૬૬ વર્ષનાં મમ્મી ભારતી શાહે અમારી સાથે વિદેશ આવવાની હા ભણી હતી. તેઓ પ્રથમ વખત વિદેશ જઈ રહ્યાં હતાં. અમે ૨૧થી ૨૮ મે દરમ્યાન સિંગાપોર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. અમારી સાથે મારી વાઇફ તોરણ, દીકરી િન્ાષ્કા અને દીકરો સોહમ પણ આવવાનાં હતાં. અમે એટલું બધું પ્લાનિંગ કર્યું હતું કે બધાં જ ઉત્સાહી હતાં. ડૅડી-મમ્મી સાથે આવવાનાં હતાં એટલે તેમને કોઈ તકલીફ ન પડે એ માટે અમે તમામ પ્લાનિંગ ઍડ્વાન્સમાં કરી રાખ્યું હતું. અમે હોટેલ-બુકિંગ, સાઇટ-સીન સહિત તમામનું બુકિંગ ઍડ્વાન્સ કરી નાખ્યું હતું. અચાનક જેટ ઍરવેઝની તમામ ફ્લાઇટ રદ કરવાથી અમારુંં પ્લાનિંગ વિખેરાઈ ગયું છે. અમે હવે જેટ ઍરવેઝ પાસેથી રીફન્ડની રાહ જોઈ રહ્યા છીએ. આ કાર્યક્રમ અમારે કૅન્સલ કરવો પડ્યો એને કારણે અમને પાંચ લાખ રૂપિયાથી વધુનું નુકસાન જશે એવી સંભાવના છે.

આ પણ વાંચોઃ આખરે લાગ્યા જેટ એરવેઝ પર તાળા, બુધવારે રાત્રે છેલ્લી ઉડાન

મિહિરભાઈના પરિવાર જેવાં અનેક કુટુંબોએ જેટ ઍરવેઝ ટેમ્પરરી બંધ થતાં સહન કરવાનો વારો આવ્યો છે. આવા પરિવારોએ સહન ન કરવું પડે એ માટે જેટ ઍરવેઝને અપીલ કરવામાં આવી રહી છે.

mumbai news news andheri