ગુજરાતના કૉન્ગ્રેસી નેતા હાર્દિક પટેલ એનસીપી સુપ્રીમો શરદ પવારને મળ્યા

12 March, 2021 08:44 AM IST  |  Mumbai | Agency

ગુજરાતના કૉન્ગ્રેસી નેતા હાર્દિક પટેલ એનસીપી સુપ્રીમો શરદ પવારને મળ્યા

શરદ પવાર અને હાર્દિક પટેલ

ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ગઈ કાલે મુંબઈમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં સૂત્રોએ શરદ પવારના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે હાર્દિક પટેલે મુલાકાત લઈને વિવિધ વિષયોની ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું. જોકે ચર્ચાની વિગતો સૂત્રોએ આપી નહોતી. આવતા વર્ષના ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં પણ ગઈ કાલની પટેલ-પવારની મુલાકાતને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.
તાજેતરમાં ગુજરાતની મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓની ચૂંટણીઓમાં કૉન્ગ્રેસના ધબડકા બાદ કૉન્ગ્રેસના રાજ્ય એકમની કાર્યપદ્ધતિની ટીકા કરતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ‘ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ તરફથી મને કોઈ કામગીરી સોંપવામાં આવી નહોતી. આ ઉપરાંત ઉમેદવારોને ટિકિટોની વહેંચણીમાં પણ મારો અભિપ્રાય લેવામાં આવ્યો નહોતો.’

જોકે પક્ષ છોડવાની અટકળોને હાર્દિક પટેલે રદિયો આપ્યો હતો. હાર્દિક પટેલે કૉન્ગ્રેસના કેન્દ્રીય નેતાઓમાં ગુજરાતની અને એ રાજ્યમાં પક્ષની સ્થિતિ વિશે પૂરતી સમજ બાબતે પ્રશ્નો પણ ઉપસ્થિત કર્યા હતા.

mumbai mumbai news sharad pawar hardik patel congress nationalist congress party