મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસનું ભાડું, સમય અને રૂટ, જાણો સંપૂર્ણ અપડેટ 

01 June, 2023 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગોવા-મુંબઈ વંદે ભારત (Goa Mumbai Vande Bharat)એક્સપ્રેસનું ઉદ્ઘાટન 3 જૂને થશે. ટ્રેનને મડગાંવ જંક્શનથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. ટ્રેન મુંબઈ (CSMT) થી સવારે ઉપડશે.

ફાઈલ ફોટો

ગોવા-મુંબઈ વંદે ભારત (Goa Mumbai Vande Bharat)એક્સપ્રેસનું ઉદ્ઘાટન 3 જૂને થશે. ટ્રેનને મડગાંવ જંક્શનથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. ટ્રેન મુંબઈ (CSMT) થી સવારે ઉપડશે. તે બપોરે મડગાંવથી નીકળશે અને તે જ દિવસે મધ્યરાત્રિ પહેલા CSMT પહોંચશે. વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન 3જી જૂને થશે પરંતુ ટ્રેન 4 જૂનથી લોકો માટે દોડશે. આઠ કોચવાળી આ ટ્રેનમાં 11 સ્ટોપ હશે અને 586 કિમીનું અંતર કાપવામાં આઠ કલાકથી ઓછો સમય લાગશે.

સેમી-હાઈ-સ્પીડ વંદે મુંબઈ અને ગોવા વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને એક કલાકથી ઓછો કરશે. હાલમાં આ રૂટ પર સૌથી ઝડપી ટ્રેન તેજસ એક્સપ્રેસ( Mumbai Goa Tejas Express)છે. તેજસ સમાન અંતર કાપવામાં 8 કલાક 50 મિનિટ લે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નવી દિલ્હીથી ગોવા-મુંબઈ ટ્રેનને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપશે. જ્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગોવાના મુખ્યમંત્રી મડગાંવમાં હાજર રહેશે. તેજસ સીએસએમટીથી સવારે 5.50 વાગ્યે ઉપડશે અને બપોરે 2.40 વાગ્યે મડગાંવ પહોંચશે.

આ પણ વાંચો: આ બિઝનેસમેનને પછાડી Elon Musk બન્યા દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

હજારો મુસાફરોને ફાયદો થશે

આ વખતે ગણેશોત્સવ પર હજારો મુસાફરોને મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેનનો લાભ પણ મળશે. બાપ્પાના સ્વાગત માટે મોટી સંખ્યામાં યાત્રિકો વર્ષમાં એકવાર કોંકણની મુલાકાત લે છે. મુંબઈ-મારગાંવ ચેર કારનું ભાડું રૂ. 1,745 છે અને EC (એક્ઝિક્યુટિવ ચેર કાર)નું ભાડું રૂ. 3,290 છે. આમાં IRCTC ફૂડ ચાર્જનો સમાવેશ થાય છે.

CSMT થી મારગાંવ સુધી મુસાફરી કરવા માટે રોડ, રેલ, હવાઈ વિકલ્પો
- વંદે ભારત (CC - EC): 1,745 - 3,290 (સફરનો સમય: 7 કલાક 50 મિનિટ)
- તેજસ - સુપરફાસ્ટ (CC - EC - EV): 1,555 - 2,865 - 3,080 (સફરનો સમય: 8 કલાક 50 મિનિટ)
- સુપરફાસ્ટ મેલ-એક્સપ્રેસ (3જી એસી - 2જી - 1લી): 1150 - 1620 - 2720 (સફરનો સમય: 10 કલાક 40 મિનિટ)
- એસી વોલ્વો - સીટ ટુ સીટ - 900 થી 1000 સીટ ટુ સીટ - 1100 થી 1300 (12 થી 14 કલાક)
- હવાઈ મુસાફરી - 3 હજારથી 6 હજાર રૂપિયા (1 કલાક 20 મિનિટ)

mumbai news vande bharat goa narendra modi