Mumbai-Goa Bus Accident: કાળજું કંપાવી નાખે તેવો એક્સિડન્ટ- બસમાં ૩૫ પ્રવાસીઓ હતા- ત્રણના જીવ ગયા

06 May, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Goa Bus Accident: મોડી રાત સુધી રસ્તાની વચ્ચે ઉભી રહેલી બસને ખસેડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હવે ટ્રાફિક ફરી નોર્મલ થઈ ગયો છે

અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-ગોવા માર્ગ પર એક ભયાવહ કહી શકાય એવો અકસ્માત (Mumbai-Goa Bus Accident) થયો છે. અહીં કર્નાળા ખાડીમાં પ્રાઇવેટ બસનો ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતથી આક્રંદ ફેલાઈ ગયો છે. આ એક્સિડન્ટમાં અત્યસુધી એક પ્રવાસીએ જીવ ગુમાવ્યો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. આ બસનો એક્સિડન્ટ એટલો ભયાનક હતો કે આખી બસ પલટી ખાઈ ગઈ હતી. દરમિયાન, મોડી રાત સુધી રસ્તાની વચ્ચે ઉભી રહેલી બસને ખસેડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

આખી રાત ચાલી બચાવ કામગીરી, હવે ટ્રાફિક ફરી નોર્મલ થઈ ગયો છે

મુંબઈ-ગોવા માર્ગ પર આ ભયાવહ એક્સિડન્ટ (Mumbai-Goa Bus Accident)ની માહિતી મળતાંની સાથે જ સ્થાનિક પોલીસતંત્ર સજ્જ થયું હતું અને ત્યાં પહોંચી ગયું હતું. આ સાથે જ પનવેલ ફાયર બ્રિગેડની તી,મ પણ મુસાફરોને બચાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતનો ભોગ બનેલી બસમાં 35થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. આ તમામ પેસેન્જર્સને બચાવવાની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. આ તમામ પેસેન્જર્સને બચાવવા આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. કેટલાક ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારવાર માટે કલામ્બોલીની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ એક્સિડન્ટ મુદ્દે જે માહિતી સામે આવી રહી છે અનુસાર આ પ્રાઇવેટ બસ મુંબઈથી કોંકણ તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલી આ પ્રાઇવેટ બસને આખી પલટી ખાઈને ફંગોળાઈ ગઈ હતી. જેને કારણે તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ઘાયલ થયા હતા. આ એક્સિડન્ટ બાદ રસ્તા પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. મોડી રાત્રે ફરી ત્યાં ટ્રાફિક સામાન્ય થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. 

ત્રણ પ્રવાસીઓએ જીવ ખોયા 

મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લાના કર્નાલા નજીક આ પ્રાઇવેટ બસનો અકસ્માત (Mumbai-Goa Bus Accident) થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ એક્સિડન્ટ મુદ્દે હજી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ અકસ્માતમાં પ્રાથમિક માહિતી અનુસાર ૩ પ્રવાસીઓના મૃત્યુ થયા છે. આ એક્સિડન્ટ (Mumbai-Goa Bus Accident) બાદ જે પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યા છે તે અનુસાર ડ્રાઇવરની બેદરકારી અને વાહનની ઝડપી ગતિને કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે. કર્નાલા ઘાટ એક એવો વિસ્તાર છે જ્યાં ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે અને અનક લોકોએ પોતાના જીવ ખોયા છે. આ અકસ્માતને કારણે માર્ગ પર ટ્રાફિક અસ્થાયી રૂપે વિક્ષેપિત થયો હતો, પરંતુ હવે ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યો છે.

mumbai news mumbai raigad maharashtra news maharashtra road accident mumbai-goa highway