10 October, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોલ્ડન સ્ટાર રેસ્ટોરાંની ગંદકી
ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મુંબઈના ૧૦ જેટલા જાણીતા ખાદ્ય એકમોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં જે. જે. હૉસ્પિટલ પરિસરની કૅન્ટીન, મરીન લાઇન્સ સ્થિત ઇસ્લામ જિમખાનાનાં ફૂડ-આઉટલેટ્સ તેમ જ વિલે પાર્લેની પ્રતિષ્ઠિત ડી. જે. સંઘવી એન્જિનિયરિંગ કૉલેજની કૅન્ટીન અને સાંતાક્રુઝ સ્થિત લા પિનોઝ પીત્ઝાનો સમાવેશ થાય છે.
ઇસ્લામ જિમખાના સ્થિત હુમા કેટરર્સ
મરીન લાઇન્સ સ્ટેશન નજીક ઇસ્લામ જિમખાનાનું નવાબ જૂસ સેન્ટર
જે. જે. હૉસ્પિટલ પરિસરની સેન્ટ્રલ કૅન્ટીન
જે. જે. હૉસ્પિટલ નજીક આવેલો અબરાર કરિયાણા સ્ટોર
વિલે પાર્લે સ્થિત ડી. જે. સંઘવી કૉલેજ ઑફ એન્જિનિયરિંગની F3 કૉર્પોરેટ હૉસ્પિટૅલિટીની કૅન્ટીન
સાંતાક્રુઝ સ્થિત લા પિનોઝ પીત્ઝા
ઑપેરા હાઉસ સ્થિત નારાયણ ઢોસા
ચર્ની રોડ સ્થિત ગોલ્ડન સ્ટાર રેસ્ટોરાં
કાંદિવલી સ્થિત મિલ્કોઝ ડેરી પ્રોડક્ટ્સ
ચારકોપ સ્થિત પાલીવાલ ડેરીનો સમાવેશ થાય છે.