મુંબઈના ડબ્બાવાળાઓનો ૧૩૫ વર્ષ જૂનો ઇતિહાસ જણાવતું મ્યુઝિયમ શરૂ થયું બાંદરામાં

16 August, 2025 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યુઝિયમનું નામ છે મુંબઈ ડબ્બાવાલા ઇન્ટરનૅશનલ એક્સ્પીરિયન્સ સેન્ટર. માથે સફેદ ગાંધી ટોપી પહેરીને સાઇકલ પર શરૂ થયેલી

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડબ્બાવાળાઓના મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.

મુંબઈની કહાણી એના ડબ્બાવાળાઓ વિના અધૂરી છે. ૧૮૯૦માં લોકોના ઘરેથી ટિફિન લઈને તેમના કામના સ્થળે પહોંચાડવાની શરૂ થયેલી ડબ્બા-સર્વિસને ૧૩૫ વર્ષ થઈ ગયાં છે. ગઈ કાલે બાંદરામાં એક ખાસ મ્યુઝિયમ ખૂલ્યું છે જે મુંબઈના ડબ્બાવાલા કઈ રીતે કામ કરે છે એનો અનુભવ પણ આપે છે. મ્યુઝિયમનું નામ છે મુંબઈ ડબ્બાવાલા ઇન્ટરનૅશનલ એક્સ્પીરિયન્સ સેન્ટર. માથે સફેદ ગાંધી ટોપી પહેરીને સાઇકલ પર શરૂ થયેલી ૧૩૫ વર્ષની ડબ્બાવાળાની સફરના ઇતિહાસથી લઈને તેઓ રોજેરોજ આટલી ભીડ વચ્ચે પણ કેટલી ચોકસાઈ સાથે કામ કરી શકે છે એનો અનુભવ પણ અહીં જોવા મળશે. એક ડબ્બો ડિલિવર કરવાથી શરૂ થયેલી ડબ્બા-સર્વિસ આજે રોજ લગભગ બે લાખથી વધુ ડબ્બાની ડિલિવરી કરે છે.

ગઈ કાલે પોતાના વિશેના મ્યુઝિયમમાં પધારેલા ડબ્બાવાળા.

સંગ્રહાલયની જરૂર કેમ પડી?

૧૯૭૦થી ૨૦૦૦ની સાલ દરમ્યાન ડબ્બાવાળાઓની સંખ્યા ૫૦૦૦ જેટલી થઈ હતી, પરંતુ કોવિડની મહામારી પછી એ સંખ્યા માત્ર ૧૫૦૦ જેટલી રહી ગઈ છે. આ મ્યુઝિયમ ડબ્બાવાળાઓના સમર્પણ અને મુંબઈગરાઓના જીવનમાં તેમના અપ્રતિમ યોગદાનને પ્રદર્શિત કરવા માટે છે. 

ડબ્બાવાળાઓને ૨૫. લાખ રૂપિયામાં ૫૦૦ સ્ક્વેરફુટનું ઘર આપીશું

બાંદરા-વેસ્ટમાં ‘ડબેવાલા આંતરરાષ્ટ્રીય અનુભવ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડબ્બાવાળાઓને ૨૫.૫ લાખ રૂપિયામાં ૫૦૦ સ્ક્વેરફુટનું ઘર આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય સરકારી યોજનાઓમાંથી આ હાઉસિંગ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.

ક્યાં છે મ્યુઝિયમ?

સ્થળ : કાર્ડોઝ હાઉસ, હાર્મની અપાર્ટમેન્ટ્સ-૩, ગ્રાઉન્ડ ફ્લોર, રિઝવી કૉલેજ ઑફ હોટેલ મૅનેજમેન્ટ પાસે, રિઝવી કૉમ્પ્લેક્સ, પાલી હિલ, બાંદરા-વેસ્ટ

mumbai news mumbai news devendra fadnavis bandra maharashtra government maharashta maharashtra news