News in Shorts : ઍરપોર્ટ પર પકડાઈ સોનાની દાણચોરી

19 May, 2025 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે કસ્ટમ્સ વિભાગે એક પ્રવાસી પાસેથી ૫.૧૦ કરોડ રૂપિયાની કિંમતનું ૫.૭૫ કિલો સોનું જપ્ત કર્યું હતું.

ઍરપોર્ટ પર પકડાઈ સોનાની દાણચોરી

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે કસ્ટમ્સ વિભાગે એક પ્રવાસી પાસેથી ૫.૧૦ કરોડ રૂપિયાની કિંમતનું ૫.૭૫ કિલો સોનું જપ્ત કર્યું હતું.

તિરંગા યાત્રા...

 ભારતની સેનાએ ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને જબરદસ્ત પછડાટ ખવડાવી છે એને બિરદાવવા માટે ગઈ કાલે મુંબઈ, નાગપુર સહિત રાજ્યભરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

યે શામ મસ્તાની

ઉનાળો પૂરો થવામાં છે અને ચોમાસાના આગમનની તૈયારી છે ત્યારે બોરીવલી-વેસ્ટમાં આવેલા ગોરાઈ બીચ પર ગઈ કાલે મુંબઈગરાઓ સુંદર ખીલેલી સંધ્યાની મજા માણતા જોવા મળ્યા હતા. 
તસવીર : નિમેશ દવે

chhatrapati shivaji international airport mumbai airport mumbai customs crime news mumbai cirme news news mumbai police mumbai mumbai news