Mumbai Crime: વિરારમાં મંદિર જતી યુવતી સાથે દુષ્કર્મ, પોલીસે કરી બેની ધરપકડ

24 March, 2023 08:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘરના વિરાર (Virar Crime) વિસ્તારમાં 20 વર્ષની યુવતીના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર(Maharashtra)ના પાલઘરના વિરાર (Virar Crime) વિસ્તારમાં 20 વર્ષની યુવતીના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર પીડિતા તેના મિત્ર સાથે મંદિર ગઈ હતી ત્યારે બંને આરોપીઓએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પીડિતાના મિત્રની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આરોપી 27 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે
પીડિતાના મિત્રએ ફરિયાદમાં જણાવ્યું કે તે અને પીડિતા વિરાર વિસ્તારના પહાડી વિસ્તારમાં સ્થિત જીવદાની મંદિરમાં ગયા હતા. તે જ દરમિયાન ધીરજ રાજેશ સોની અને યશ લક્ષ્મણ શિંદેએ પીડિતાનું યૌન શોષણ કર્યું હતું. આરોપીઓએ પીડિતાના મિત્ર પર પણ મારપીટ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે બંને આરોપીઓને 27 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આરોપીઓ પણ પાલઘરના વિરાર વિસ્તારના રહેવાસી છે અને બંને ડ્રગ્સના બંધાણી હોવાનું કહેવાય છે.

mumbai news maharashtra Crime News virar