20 April, 2021 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑક્સિજન એક્સપ્રેસ
રાજ્યમાં કોરોનાના દરદીઓને આપવા ઑક્સિજનની કમી વરતાઈ રહી હોવાથી રેલવે દ્વારા વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાંથી લિક્વિડ ઑક્સિજન મહારાષ્ટ્રમાં લાવવા ખાસ ઑક્સિજન એક્સપ્રેસ દોડાવી રાજ્યને કોવિડની સામે લડવામાં અણીના સમયે મદદ કરી છે. એટલું જ નહીં, લિક્વિડ ઑક્સિજન ભરવાનાં ટૅન્કર ડાયરેક્ટ એ ટ્રેનમાં ચડાવી શકાય એ માટે કળંબોલી યાર્ડમાં માત્ર ચોવીસ જ કલાકમાં જ એના માટે ખાસ રૅમ્પ પણ તૈયાર કરી દેવાયો હતો. આ ટ્રેન ૭ ટૅન્કર સાથે વસઈ, જળગાવ, નાગપુર, રાયપુર જંક્શનથી વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટ પહોચશે અને ત્યાંથી એ ટૅન્કરોમાં લિક્વિડ ઑક્સિજન ભરીને પાછી આવશે. ગઈ કાલે રાતે ૮.૦૫ વાગ્યે એ ટ્રેન ટૅન્કરો સાથે રવાના પણ કરી દેવાઈ હતી.