૭૦૦ ડબલ ડેકર AC બસનો કૉન્ટ્રૅક્ટ BESTએ કૅન્સલ કર્યો

26 April, 2024 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં BEST પાસે માત્ર ૩૦૪૦ બસ છે અને એ સામે પ્રવાસીઓની માગણી બીજી ૩૦૦૦ બસની છે.

બસની તસવીર

ઍર-કન્ડિશન્ડ (AC) ડબલ ડેકર બસની ​ડિલિવરીમાં એક વર્ષનો વિલંબ થવાથી અને એક બસ સુધ્ધાં ન મળતાં BESTએ ૭૦૦ ડબલ ડેકર AC બસનો કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કર્યો છે.જોકે આથી BESTને પણ અસર થશે, કેમ કે હાલમાં બસના કાફલાને વધારવા એ ઝઝૂમી રહી છે. હાલમાં BEST પાસે માત્ર ૩૦૪૦ બસ છે અને એ સામે પ્રવાસીઓની માગણી બીજી ૩૦૦૦ બસની છે.  AC ડબલ ડેકર બસ માટે એક કિલોમીટરના ૫૬ રૂપિયાનું રેન્ટ માગવામાં આવ્યું હતું. દેશમાં આ રેન્ટ સૌથી ઓછું હોવાને કારણે BESTને આ પ્રોજેક્ટમાં રસ પડ્યો હતો. BESTનો બીજી એજન્સી સાથેનો કૉન્ટ્રૅક્ટ ચાલુ રહ્યો છે, કેમ કે ઑર્ડર કરવામાં આવેલી ૨૦૦ બસમાંથી ૫૦ ઇલેક્ટ્રિક બસ પૂરી પાડવામાં આવી છે.

mumbai news brihanmumbai electricity supply and transport