Mumbai: બેન્ડસ્ટેન્ડ પર બોયફ્રેન્ડે કર્યો ગર્લફ્રેન્ડની હત્યાનો પ્રયાસ, રંગે હાથે ઝડપાયો

02 June, 2023 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આરોપીએ ગર્લફ્રેન્ડનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેનું માથું પથ્થર પર પટકાયું. તે ત્યાં અટક્યો નહીં. તેણે તેને ગટરમાં ડુબાડવાનો પણ પ્રયાસ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની બાંદરા પોલીસે (Mumbai Police) પોતાની પ્રેમિકાની હત્યાનો પ્રયાસ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટના બુધવારે બાંદરાના બેન્ડસ્ટેન્ડ (Bandstand) ખાતે બની હતી, જે પ્રેમીઓ માટે પ્રિય સ્થળ છે. આરોપીએ ગર્લફ્રેન્ડનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેનું માથું પથ્થર પર પટકાયું. તે ત્યાં અટક્યો નહીં. તેણે તેને ગટરમાં ડુબાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. દરમિયાન પીડિત યુવતીની હાલત સ્થિર છે.

‘મેં તેની સાથે લગ્ન કરવા ધર્મ પરિવર્તન કર્યું છે.’ પ્રેમિકાએ નોંધાવેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે હુમલો કરતાં પહેલાં છોકરાએ કહ્યું કે હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મનો સ્વકાર્ય કર્યો છે. આરોપી બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવાની માગ કરી હતી, પરંતુ તેણીએ ના પાડતાં રોષે ભરાયેલા પ્રેમીએ તેણીને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી યુવકનો લગ્ન માટે ધર્મ પરિવર્તનનો દાવો

પોલીસના જણાવ્યા અનુસાર, લુબના જાવેદ સુક્તે અને આકાશ મુખર્જી ઘણા વર્ષોથી પ્રેમ સંબંધમાં હતાં. પીડિતાએ બાંદરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ બુધવારે ગેટવે ઑફ ઈન્ડિયા, ગિરગાંવ ચોપાટી પર ફર્યા બાદ સાંજે તેઓ બાંદરાના બેન્ડસ્ટેન્ડ પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ આરોપી આકાશ મુખર્જીએ લુબના સુક્તાને કહ્યું કે, “તારી સાથે લગ્ન કરવા માટે મેં હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે. ચાલ તારી કાકીને ધર્માંતરણ પ્રમાણપત્ર બતાવીએ અને લગ્ન માટે પરવાનગી લઈએ.”

શારીરિક સંબંધ માટે ના પાડવા બદલ માર માર્યો

લગભગ 10 વાગ્યાની આસપાસ લુબનાએ તેને કહ્યું કે, “હવે આપણે ઘરે જઈએ.” આ પછી આકાશ મુખર્જીનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેણે કહ્યું “અત્યારે નહીં, થોડીવાર પછી જઈએ. હવે આપણે શારીરિક સંબંધ બંધીએ. હું તને ઘરે મૂકી જઈશ.” જોકે, તેણે આકાશની વિનંતીને ફગાવી દીધી અને તે ઘરે જવા માગે છે તેમ કહીને રડવા લાગી. આ પછી આકાશ મુખર્જીએ તેનું ગળું દબાવ્યું, બાદમાં તેણીને ગટરમાં ડુબાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. બાળકીએ મદદ માટે બૂમો પાડી જેના પછી સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા અને મુખર્જીએ સમુદ્ર તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં ઓળંગી મર્યાદા,આ નેતાનું નામ સાંભળી થૂંક્યા જમીન પર

દરમિયાન, પોલીસે હત્યાના પ્રયાસના આરોપસર તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે, એમ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, સર્કલ 9 કૃષ્ણકાંત ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યું હતું.

mumbai mumbai news mumbai police Crime News mumbai crime news