Mumbaiનું CSMIA બન્યું બીજા નંબરનું વ્યસ્ત ઍરપૉર્ટ, 8 મિલિયનથી વધુએ કરી યાત્રા

13 March, 2023 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશનું બીજું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ હોવાને નાતે, મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ (CSMIA)એ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં લગભગ 8.44 મિલિયન પ્રવાસીઓનું આવાગમન નોંધ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

દેશનું બીજું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ હોવાને નાતે, મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ (CSMIA)એ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં લગભગ 8.44 મિલિયન પ્રવાસીઓનું આવાગમન નોંધ્યું છે. આમ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ બીજું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ બન્યું છે.

મહામારી બાદ ઍરલાઈન ઉદ્યોગને આટલો મજબૂત વધારો જોવા મળશે તેવી આશા નહોતી. પણ વધારે માર્ગ અને ઍરપૉર્ટ ખુલવાની સાથે, આ માત્ર બહેતર થતું જાય છે. આથી દેશમાં ઈન્વેસ્ટમેન્ટની તકો વધી રહી છે અને સાથે જ નોકરીના અવસરો પણ વધી રહ્યા છે.

અદાણીના બધા સાત ઍરપૉર્ટ પર ઘરગથ્થૂ પ્રવાસીઓમાં 92 ટકા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 133 ટકાની વૃદ્ધિ જોવા મળી. ઘરગથ્થૂ 58 ટકા અને આંતરરાષ્ટ્રીય 61 ટકા ફ્લાઈટ્સની સંખ્યમાં વધારો થયો છે. લોકોને આ વિશ્વાસ અદાણી ઍરપૉર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ના સમર્પણ અને કડક મહેનતને દર્શાવે છે, જેને કારણે ઍરપૉર્ટ પર ગ્રાહકોનું સંતુષ્ટિનું સ્તર વધી રહ્યું છે, જેના પરિણામસ્વરૂપે પ્રાવસીઓની સંખ્યમાં વધારો થયો છે.

ગયા વર્ષની તુલનામાં ઍરપૉર્ટ પ્રવાસમાં લગભગ 100 ટકાનો વધારો થયો, જે ગયા વર્ષની તુલનામાં આ ઍરપૉર્ટનો ઉપયોગ કરનારા 14.25 મિલિયનથી વધારે પ્રવાસીઓ સાથે પૂર્વ-મહામારીના સ્તર સુધી પહોંચી ગયો. આ અનુમાન છે કે એખ વર્ષમાં લોકો દ્વારા થતી યાત્રાઓની સંખ્યમાં હજી વધારે વૃદ્ધિ નોંધાશે.

આ પણ વાંચો : વન રેન્ક વન પેન્શન પેમેન્ટ કેસમાં SCએ રક્ષા મંત્રાલયને આપી ચેતવણી, `કાયદો હાથ..`

દેશનું બીજું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ હોવાને નાતે, મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ (CSMIA)એ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં લગભગ 8.44 મિલિયન પ્રવાસીઓનું આવાગમન નોંધ્યું છે. CSMIAએ લગભગ 2.22 મિલિયન આંતરરાષ્ટ્રીય અને 6.22 મિલિયન ઘરગથ્થૂ પ્રવાસીઓનું આવાગમન નોંધ્યું છે.

Mumbai mumbai news mumbai airport chhatrapati shivaji terminus chhatrapati shivaji international airport whats on mumbai