Mumbai: પૂર્વ કૉર્પોરેટર્સે CMને લખ્યો પત્ર, BMC પર મૂક્યો આટલો ગંભીર આરોપ

14 December, 2022 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફરિયાદી પત્રમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2022થી અત્યાર સુધી નગર કમિશનરની સાથે પ્રશાસન અને જવાબદારીનો પણ અભાવ છે. હજારો કરોડો રૂપિયા કૉન્ટ્રેક્ટર અને પ્રસ્તાવ આપવામાં આવ્યા છે પણ અત્યાર સુધી એક પણ ડ્રાફ્ટ લેટર સાર્વજનિક ડોમેનમાં નાખવામાં આવ્યો નથી.

એકનાથ શિંદે (ફાઈલ તસવીર)

શિવસેના (Shiv Sena), એનસીપી (NCP), સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena) સહિત વિભિન્ન રાજનૈતિક દળોના 94 પૂર્વ બીએમસી કૉર્પોરેટર્સે (BMC Corporaters) બીએમસીમાં (In BMC)પારદર્શિતાની અછત (Lack of Transperancy) અને નાણાંકીય અવ્યવસ્થાનો (Financial Missmanagement) આરોપ મૂકતા મુખ્યમંત્રી એકનાથ શિંદેને (Chief Minister Eknath Shinde) પત્ર લખ્યો છે. ફરિયાદી પત્રમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2022થી અત્યાર સુધી નગર કમિશનરની સાથે પ્રશાસન અને જવાબદારીનો પણ અભાવ છે. હજારો કરોડો રૂપિયા કૉન્ટ્રેક્ટર અને પ્રસ્તાવ આપવામાં આવ્યા છે પણ અત્યાર સુધી એક પણ ડ્રાફ્ટ લેટર સાર્વજનિક ડોમેનમાં નાખવામાં આવ્યો નથી.

નાણાંકીય મામલે પારદર્શિતાની અછત
બીએમસીમાં પૂર્વ વિપક્ષી નેતા રવિ રાજાએ કહ્યું કે, શહેરમાં સ્વચ્છતા રાખવાની જરૂર છે સાથે જ વાયુની ગુણવત્તાનું નિયંત્રણ કરવા માટે ઉપાય થવા જોઈએ. આ દરમિયાન એ પણ જાણવાનું કે, પૂર્વ બીએમસી કૉર્પોરેટર્સે ફરિયાદી પત્રમાં કહ્યું કે નાણાંમંત્રીને લઈને પારદર્શિતાની અછત છે. વારં વાર માગ કર્યા પછી પણ પૂર્વ કૉર્પોરેટર્સને ડ્રાફ્ટ લેટર આપવામાં આવતા નથી. તેમનું કહેવું છે કે, આ માટે ખબર પડે તેની કોઈ રીત નથી કે કયા પ્રૉજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અને કૉન્ટ્રેક્ટ કઈ કિંમતે આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : BMC ચૂંટણીમાં અમારો મુકાબલો આપ સામે  મુંબઈ બીજેપી અધ્યક્ષ આશીષ શેલાર

પ્રશ્નોમાં ટ્રાન્સફરની નીતિ
પૂર્વ બીએમસી કૉર્પોરેટર્સે એ પણ કહ્યું કે, "એવા અનેક અધિકારી છે જેમનું વારંવાર ટ્રાન્સફર થયું છે. ટ્રાન્સફર એ વાતનો સંકેત છે કે કાં તો ટ્રાન્સફર વગર વિચાર્યે થઈ રહ્યા છે અથવા હાલના ટ્રાન્સફર નીતિ પ્રમાણે નથી થઈ રહ્યા. એક ઇશારો એ પણ છે કે બીએમસીમાં ગોટાળા થઈ રહ્યા છે, જ્યાં ટૉપ પોસ્ટિંગને નીલામ કરવામાં આવી રહ્યા છે. દરેક મોટી બોલી સાથે પદ વહેંચવામાં આવી રહ્યા છે."

Mumbai mumbai news shiv sena maharashtra eknath shinde brihanmumbai municipal corporation samajwadi party nationalist congress party maharashtra navnirman sena