16 July, 2025 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડેવલપમેન્ટ પ્લાનિંગ રોડ પ્રોજેક્ટના કામ માટે શનિવારે ૧૯ જુલાઈએ મુલુંડ-વેસ્ટમાં સવારે ૧૦ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી પાણીકાપ રહેશે. વીણાનગરમાં યોગી હિલ રોડ પાસે ૬૦૦ મિલીમીટર ડાયામીટરની પાણીની પાઇપલાઇનના કનેક્શનનું કામ હોવાથી ૧૨ કલાક સુધી આ વિસ્તારમાં પાણી બંધ રહેશે એમ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જાહેર કર્યું છે. પાણીકાપની અસર મલબાર હિલ રોડ, સ્વપ્નનગરી, વીણાનગર, મૉડલ ટાઉન રોડ, યોગી હિલ રોડ, ઘાટીપાડા અને બી. આર. રોડ વિસ્તારમાં થશે. આ વિસ્તારોમાં સામાન્ય રીતે સાંજે ૭ વાગ્યે અને બપોરે એક વાગ્યે પાણી છોડવામાં આવે છે. BMCએ આ વિસ્તારના રહેવાસીઓને પાણીકાપ દરમ્યાન ચાલે એટલું પાણી ભરી રાખવા જણાવ્યું છે તેમ જ પાઇપલાઇનનું કામ પૂરું થયા બાદ ૩-૪ દિવસ સુધી પાણી ઉકાળીને અને ગાળીને પીવાનું સૂચન કર્યું છે.