✕

સાયન-પનવેલ હાઇવે પર MSRTCની બસે પાંચ વાહનોને અડફેટે લીધાં, ૯ જણ ઘવાયા

28 September, 2026 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાયન-પનવેલ હાઇવે પર બેલાપુર ફ્લાયઓવર નજીક રવિવારે સાંજે આશરે ૫.૪૫ વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો

પ્રતીકાત્મક તસવીર

સાયન-પનવેલ હાઇવે પર બેલાપુર ફ્લાયઓવર નજીક રવિવારે સાંજે આશરે ૫.૪૫ વાગ્યે એક મોટો અકસ્માત થયો હતો. મુંબઈ સેન્ટ્રલથી રાયગડના મુરુડ તરફ જઈ રહેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની બસની બ્રેક ફેલ થઈ જતાં એણે આગળ ચાલી રહેલી ૩ રિક્ષા અને બે કાર સહિત પાંચ વાહનોને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં ૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે રિક્ષા-ડ્રાઇવરોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. 

mumbai news mumbai sion panvel road accident