19 February, 2025 06:55 AM IST | Jalgaon | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના જળગાવના પારોળા તાલુકામાં આવેલા નગાવ નામના ગામમાં રવિવારે એક વિચિત્ર ઘટના બની હતી. એક વ્યક્તિની સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. એ સ્મશાન તરફ લઈ જવામાં આવતી હતી ત્યારે મૃતદેહને અચાનક રસ્તાની વચ્ચે મૂકીને લોકો પલાયન થઈ ગયા હતા.
નગાવ ગામમાં એક વ્યક્તિનું અવસાન થવાથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવ્યા બાદ બધા એક જગ્યાએ પહોંચ્યા ત્યારે આ લોકો પર મધમાખીઓ તૂટી પડી હતી. મધમાખીના હુમલાથી ચોંકી ઊઠેલા લોકોએ અર્થી રસ્તામાં મૂકી દીધી હતી. મધમાખીથી બચવા સ્મશાનયાત્રામાં સામેલ થયેલા લોકો આમતેમ દોડી ગયા હતા. મધમાખીઓએ આ લોકોનો પીછો કર્યો હતો. એમાં મધમાખીઓએ ડંખ મારતાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. બાદમાં તેમની હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. મધમાખીઓનું ટોળું દૂર ગયા બાદ લોકોએ મૃતદેહને સ્મશાને પહોંચાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.