આજે મેઘ ગરજશે, પણ વરસશે ખરા?

15 June, 2026 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે મુંબઈમાં વરસાદ ક્યારે પડશે એની રાહ જોવાઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે મુંબઈમાં વરસાદ ક્યારે પડશે એની રાહ જોવાઈ રહી છે. જોકે આજે મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદ તેમ જ વીજળી સાથે ચોમાસું બેસી શકે છે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે. અત્યાર સુધી ફક્ત ત્રીજી જૂને પ્રી-મૉન્સૂન વરસાદ જોવા મળ્યો છે અને સામાન્ય રીતે ૧૦ કે ૧૧ જૂને ચોમાસાનું મુંબઈમાં સત્તાવાર રીતે બેસી જાય છે, પરંતુ આ વર્ષે મુંબઈગરાઓએ વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડી રહી છે. આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી તો છે, પરંતુ ખરેખર વરસાદ પડશે કે નહીં એની શંકા યથાવત્ છે. હવામાન ખાતાએ રવિવારે મહારાષ્ટ્રના કિનારાપટ્ટીના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરી છે. 

- ઈશાનપ્રિયા એમએસ

mumbai news mumbai monsoon news mumbai monsoon mumbai rains indian meteorological department