આજની ડેડલાઇન ચૂક્યા બાદ મોનોરેલ મહિનાના અંત સુધીમાં ફરી પાટે ચડે એવી શક્યતા

07 May, 2026 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

મોનોરેલ

જેકબ સર્કલથી ચેમ્બુર વચ્ચે દોડતી મોનોરેલને ફરી પાટે ચડાવવા માટે મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL) દ્વારા અગાઉ નક્કી કરવામાં આવેલી ૭ મેની ડેડલાઇન ચૂકી જવાઈ છે. જોકે સેફ્ટી ક્લિયરન્સ મળ્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચેમ્બુરથી જેકબ સર્કલ વચ્ચે મોનોરેલ દોડતી થાય એવી શક્યતા છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગઈ કાલે રેલવેના સુરક્ષા-કમિશનર દ્વારા મોનોરેલના ટ્રૅક અને નવી ટ્રેનોનું કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સુરક્ષાના જરૂરી માપદંડો પૂરા થયા બાદ એને લીલી ઝંડી મળવાની તૈયારીમાં છે.
પ્રવાસીઓની સુવિધા વધારવા માટે બે નવી ટ્રેન (રેક્સ) સેવામાં ઉમેરવામાં આવશે, જેનાથી ટ્રેનો વચ્ચેનો સમયગાળો (હેડવે) ઘટશે અને મુસાફરોએ ઓછી રાહ જોવી પડશે.
લાંબા સમયના વિરામ દરમ્યાન મોનોરેલના સ્પેરપાર્ટ્‍સ અને સિગ્નલિંગ સિસ્ટમમાં પણ સુધારા કરવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં ટેક્નિકલ ખામીઓ નિવારી શકાય.

mumbai news mumbai mumbai monorail mumbai metropolitan region development authority mumbai transport