મનસે કાર્યકરો સામે મીરા-ભાયંદરના વેપારીઓનો વિરોધ, દુકાનો બંધ રાખી કરી આ માગણી

04 July, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૩ જુલાઈની સવારે, MNS કાર્યકરો દ્વારા એક રેસ્ટોરન્ટ માલિકને મરાઠીમાં વાતચીત ન કરવા બદલ હેરાન કર્યા બાદ, મીરા-ભાયંદર વિસ્તારમાં અનેક દુકાનોએ વિરોધમાં પોતાના શટર બંધ કરી દીધા હતા. બંધ દુકાનો અને ખાલી બજારોની તસવીરો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરતી થઈ.

મારપીટ ઘટના સામે વેપારીઓનો વિરોધ (તસવીરો: X)

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠી ભાષા વિવાદ હવે વધુ તીવ્ર બની રહ્યો છે. આ અઠવાડિયે મુંબઈના મીરા રોડમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કેટલાક કાર્યકરોએ એક રેસ્ટોરન્ટ માલિકને માર માર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેને પગલે આરોપો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. આવી હરકત કરનાર મનસેના કાર્યકરો સામે પગલાં લેવા માટે મીરા-ભાયંદરના વેપારીઓએ પોતાની દુકનો બંધ રાખી હતી, અને ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના સભ્યોએ મીરા-ભાયંદરમાં એક રેસ્ટોરન્ટ માલિક પર મરાઠી ભાષાનો ઉપયોગ ન કરવા બદલ વારંવાર હુમલો કર્યાના થોડા દિવસો પછી, પાર્ટીની હિંસાના વિરોધમાં દુકાનદારોએ વિસ્તારમાં પોતાની દુકાનો બંધ કરીને નારાજગી વ્યક્ત કરી છે. ૩ જુલાઈની સવારે, MNS કાર્યકરો દ્વારા એક રેસ્ટોરન્ટ માલિકને મરાઠીમાં વાતચીત ન કરવા બદલ હેરાન કર્યા બાદ, મીરા-ભાયંદર વિસ્તારમાં અનેક દુકાનોએ વિરોધમાં પોતાના શટર બંધ કરી દીધા હતા. બંધ દુકાનો અને ખાલી બજારોની તસવીરો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરતી થઈ રહી છે.

મુંબઈના એક દુકાનદાર પર મરાઠીમાં ન બોલવા બદલ હુમલો થયાના 72 કલાક પછી હુમલાખોરો દ્વારા આ ઘટનાનું ફિલ્માંકન કરી તેને ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું અને FIR દાખલ થયાના 24 કલાક પછી, પોલીસ આખરે આરોપીઓના નિવેદનો નોંધશે, સૂત્રોએ ગુરુવારે સવારે જણાવ્યું. આરોપીઓ સામે કાર્યવાહી `મનસે સ્લેપગેટ` કેસમાં પહેલું નક્કર પગલું લેવામાં આવશે. લોકોના સતત દબાણ અને મુંબઈના મીરા રોડ ઉપનગરમાં `જોધપુર સ્વીટ શોપ`ના માલિક 48 વર્ષીય બાબુલાલ ખીમજી ચૌધરી માટે ન્યાયની માગણી પછી કરવામાં આવી છે.

મરાઠી ન બોલવા બદલ મનસે રેસ્ટોરન્ટ માલિક પર હુમલો કર્યો હતો

મુંબઈના મીરા રોડ પર એક રેસ્ટોરન્ટ માલિક પર મરાઠી ન બોલવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. MNS એ માલિકને ભાષાના ઉપયોગ અંગે પૂછપરછ કરતા સંઘર્ષ શરૂ થયો. માલિકે રમૂજી રીતે જવાબ આપ્યો કે તે જાણતો નથી કે મરાઠી ભાષા ફરજિયાત છે, જેનાથી આ કાર્યકરો ગુસ્સે થયા હતા. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે માલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં બધી ભાષાઓ બોલાય છે. આ વાતથી એક કાર્યકર્તાએ તેને જાહેરમાં અનેક વખત થપ્પડ મારી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાવ્યો છે, જેના કારણે ભાષા સંરક્ષણ વિરુદ્ધ હિંસા અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.

mira bhayandar municipal corporation mira road bhayander viral videos maharashtra navnirman sena hindi medium mumbai news raj thackeray