મુંબઈ પ્રેસ ક્લબના કૅલેન્ડરમાં ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરની બે તસવીર

12 January, 2023 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાં આ વખતે ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર પ્રદીપ ધિવાર અને આશિષ રાજેના ફોટો પસંદ થયા હતા

પ્રદીપ ધિવાર, આશિષ રાજે

શનિવારે મુંબઈ પ્રેસ ક્લબે વર્ષ ૨૦૨૩ના કૅલેન્ડર માટે પસંદ થયેલા વિજેતા ફોટોગ્રાફરોનાં નામ જાહેર કર્યાં હતાં. એમાં આ વખતે ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર પ્રદીપ ધિવાર અને આશિષ રાજેના ફોટો પસંદ થયા હતા. કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવતો હતો તેથી આ વર્ષે લોકોને આ કૅલેન્ડર માટે કયા ફોટો પસંદ થાય છે એને લઈને ભારે ઉત્સુકતા હતી. કુલ ૬૫ ફોટો-જર્નલિસ્ટના ૭૦૦ ફોટોમાંથી ઍક્ટર ડિરેક્ટર ભરત દાભોળકર, બેનેટ કોલમૅન ઍન્ડ કંપનીના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અરુણ અરોરા અને અવૉર્ડ વિનિંગ ફોટોગ્રાફર આર્કો દત્તાની ત્રણ સભ્યોની જ્યુરીએ ૧૩ ફોટો પસંદ કર્યા હતા. 

મને મોજાં ભીંજવે

પ્રદીપ ધિવારે ગેટવે ઑફ ઇન્ડિયા પાસે પાડેલો આ ફોટો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘જુલાઈ મહિનામાં ચોમાસાના દિવસો દરમ્યાન દરિયામાં મોટી ભરતી હતી. મોજાંનું પાણી દીવાલને ઓળંગીને રસ્તા પર આવી રહ્યું હતું. આવા જે એક મોટા મોજાથી ભીંજાઈ ન જવાય એ માટે આ યુવકે છલાંગ મારી એ ક્ષણ મારા કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી. એ યુવક તો મારી આગળ પડી ગયો અને મેં પણ બૅલૅન્સ ગુમાવી દીધું હતું.’

ઓઢેલી છત્રીનો કાગડો થાય

આશિષ રાજેએ દાદરના સેનાભવન પાસે પાડેલા ફોટો વિશે કહ્યું હતું કે ‘જૂન મહિનામાં ભારે પવનની સાથે વરસાદ પડી રહ્યો હતો ત્યારે સ્કૂલમાં જતા બે ટીનેજર્સ ભીંજાઈ જવાય નહીં એ માટે એક છત્રી નીચે આવવાનો પ્રયાસ કરતા હતા. એ વખતે પવનને કારણે તેમની છત્રીનો કાગડો થઈ ગઈ હતી જેની મજા આ ​ટીનેજર્સ માણી રહ્યા હતા.’ 

mumbai mumbai news sunday mid-day gujarati mid-day