18 April, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સૈયદ સમીર અબેદી
મુંબઈના પૂર્વ-પશ્ચિમના વિસ્તારોને જોડતી મેટ્રો લાઇન 2Bનું બુધવારે પરીક્ષણ થયું હતું. ડી. એન. નગરથી મંડાલે સુધીના ૨૩.૬ કિલોમીટર લાંબા માર્ગ પર દોડનારી મેટ્રોની યલો લાઇન પર પહેલા તબક્કામાં ૫.૬ કિલોમીટરના માર્ગનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાકીના માર્ગનું પરીક્ષણ આશરે બે મહિનામાં પૂરું થશે એમ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ (MMRDA)ના અધિકારીએ જણાવ્યું હતું. ચેમ્બુરના ડાયમન્ડ ગાર્ડનથી માનખુર્દમાં આવેલા મંડાલે સુધી આ ટ્રાયલ-રન કરવામાં આવી હતી. હાલમાં મંડાલે, માનખુર્દ, BSNL, શિવાજી ચોક અને ડાયમન્ડ ગાર્ડન એમ પાંચ સ્ટેશનોને ટ્રાયલ-રનમાં આવરી લેવામાં આવ્યાં હતાં.