15 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રો-2B - યલો લાઇનનું બુધવારથી ટેસ્ટિંગ શરૂ થઈ જશે
ચેમ્બરુ-માનખુર્દને જોડતી ૫.૪ કિલોમીટરનું અંતર ધરાવતી મેટ્રો-2B - યલો લાઇનનું બુધવારથી ટેસ્ટિંગ શરૂ થઈ જશે. લાંબા સમયથી આ લાઇનનું કામ ડિલે થઈ રહ્યું હતું. કામ શરૂ થયાનાં ચાર વર્ષ બાદ ગઈ કાલે એના ઓવરહેડ વાયર લાઇવ કરાયા હતા એથી ૧૬ એપ્રિલથી ટ્રેનોનું ટેસ્ટિંગ શરૂ થશે. મહત્ત્વની વાત એ છે કે એ જ તારીખે ૧૭૨ વર્ષ પહેલાં ભારતમાં પહેલી ટ્રેન દોડી હતી.
ઈસ્ટર્ન સબર્બ્સમાં ૧૦ વર્ષ પછી આ પહેલી મેટ્રો દોડવાની છે. ૧૦ વર્ષ પહેલાં મેટ્રો બ્લુ લાઇન ઘાટકોપરથી વર્સોવા શરૂ થઈ હતી. ચેમ્બુર-માનખુર્દની આ મેટ્રો યલો લાઇન લોકો માટે ડિસેમ્બર ૨૦૨૫થી શરૂ કરવાની ડેડલાઇન છે. યલો લાઇન મેટ્રોમાં પાંચ સ્ટેશનનાં નામ ડાયમન્ડ ગાર્ડન, શિવાજી ચૌક, BSNL મેટ્રો, માનખુર્દ અને મંડાલા રાખવામાં આવ્યાં છે અને હવે એ તૈયાર પણ થઈ ગયાં છે.