25 January, 2026 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રવિવારે પચીસ જાન્યુઆરીએ સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન પર માટુંગા-મુલુંડ સ્ટેશન વચ્ચે મેગા બ્લૉક રહેશે. સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. તેથી ટ્રેનો ૧૫ મિનિટ મોડી પડવાની શક્યતા છે.
હાર્બર લાઇન પર સવારે ૧૧.૪૦ વાગ્યાથી સાંજે ૪.૪૦ વાગ્યા સુધી ડાઉન લાઇનમાં અને સવારે ૧૧.૧૦ વાગ્યાથી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી અપ લાઇનમાં બ્લૉક રહેશે. દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વાશી, બેલાપુર અને પનવેલ તથા ગોરેગામ/બાંદરાની તમામ ટ્રેનો બંધ રહેશે. બ્લૉક દરમ્યાન પનવેલ અને કુર્લા (પ્લૅટફૉર્મ-નંબર ૮) વચ્ચે દર ૨૦ મિનિટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે.
વેસ્ટર્ન રેલવેમાં રવિવારે અંધેરી-ગોરેગામ અને અંધેરી-માહિમ વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઇનના પ્લૅટફૉર્મ્સ પર જમ્બો બ્લૉક રહેશે. અંધેરી અને ગોરેગામ વચ્ચે રવિવારે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી તથા માહિમ અને અંધેરી વચ્ચે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી બ્લૉક રહેશે. આ સમય દરમ્યાન મધ્ય રેલવેની બધી CSMT-બાંદરા અને CSMT/પનવેલ-ગોરેગામ વચ્ચે અપ અને ડાઉન હાર્બર લાઇન ટ્રેનો બંધ રહેશે. આ ઉપરાંત ચર્ચગેટ અને ગોરેગામ વચ્ચે કેટલીક સ્લો લોકલ ટ્રેનો પણ રદ કરવામાં આવશે.