નાગપુરમાં ઘોડેસવારી શીખવતી ક્લબના વિકૃત કર્મચારીએ ઘોડી પર બળાત્કાર કર્યો

26 May, 2025 06:55 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

પોલીસે છોટ્યા ખોબ્રાગડેની ધરપકડ કરીને તેની સામે ભારતીય ન્યાયસંહિતાની કલમો અને ઍનિમલ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.’

પ્રતીકાત્મક તસવીર

નાગપુરમાં ઘોડેસવારી શીખવતી નાગપુર ડિસ્ટ્રિક્ટ ઇક્વેસ્ટ્રિયન અસોસિએશન ક્લબમાં ગયા શનિવારે ઘોડી પર બળાત્કાર કરવાની ઘટના બની હતી.

આ કેસમાં એ ઍકૅડેમી ચલાવતા ફરિયાદી પ્રમોદ લાડવેએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ‘એ રાતે સિક્યૉરિટી ગાર્ડે ૩૦ વર્ષના કર્મચારી સૂરજ ઉર્ફે છોટ્યા સુંદર ખોબ્રાગડેને ઍકૅડેમીમાં શંકાસ્પદ રીતે જોયો હતો. જોકે એ વખતે તે બહુ ખતરનાક લાગી રહ્યો હોવાથી સવારના એ વિશે સિક્યૉરિટી ગાર્ડે મને જાણ કરી હતી. એ પછી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ ચેક કર્યું ત્યારે આરોપી ઘોડી પર બળાત્કાર કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે જ તેણે ૫૦૦ રૂપિયાનું એક એવા કુલ ચાર લોખંડના ઍન્ગલ પણ ચોર્યા હોવાનું CCTV કૅમેરાના ફુટેજમાં દેખાઈ આવ્યું હતું. આ બાબતે ગિટ્ટી ખદાન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે છોટ્યા ખોબ્રાગડેની ધરપકડ કરીને તેની સામે ભારતીય ન્યાયસંહિતાની કલમો અને ઍનિમલ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.’

nagpur Rape Case crime news mumbai crime news news mumbai police animal mumbai mumbai news